હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ધમાકેદાર ટક્કર લાગતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, જોઇને પોલીસ પણ છે હેરાન..!!

0
177

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. દિવસને દિવસે લોકો સાથે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. ટ્રાફિકના નિયમો હોવા છતાં તેનું પાલન ન કરીને ગમે તેમ વાહનો ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અકસ્માત વધવાને કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ ગયા છે.

આજકાલ લોકો પોતાના ઘરથી બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે. આવા અકસ્માતો સર્જાતા પરિવારમાં વેર-વિખેર થઇ  જાય છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના દ્વારકા જિલ્લામાં બની હતી. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા દ્વારકા વચ્ચેના હાઇવે પર આ ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ઘણો એટલો ગંભીર સર્જાયો હતો.

કે તેમાં એક યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું. ખંભાળિયા નજીક આવેલા દ્વારકા વચ્ચેના હાઇવે પર એક સાઈડમાં ટ્રક ઉભો હતો. આ ટ્રક ચાલક દ્વારકા તરફ જઈ રહ્યો હતો. હાઇવે પર ઉભેલો ટ્રક ખૂબ જ અડચણરૂપ હતો. તે સમયે ખંભાળિયા નજીક એક બસ સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી.

રાતના સમયે ખંભાળિયા દ્વારકા હાઇવે પર મેઘપર ટીટોડી ગામના પાટીયા પાસે ઉભો હતો. તે અડચણરૂપ અને જોખમ રૂપ ઉભો હતો. તેને કારણે દ્વારકા તરફ જતી બસ આ સમયે ત્યાંથી નીકળી હતી. અને બંને વચ્ચે ખૂબ જ મોટો અકસ્માત સર્જાયો હતો. બસમાં ઘણા બધા મુસાફરો બેઠા હતા.

તેમાં કંડકટરની સીટ ઉપર ભરતભાઈ જુઠાભાઇ મધુડિયા બેઠા હતા. તેમની ઉંમર 25 વર્ષની હતી. તેઓ ખાનગી કંપની ન્યારા એનર્જીમાં કામ કરતા હતા. તેઓને પોતાની નોકરીનો સમય પૂરો થતાં ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે તેઓ ખંભાળિયાથી બસ મારફતે તેના ગામ જુવાનપુર આવવા માટે નીકળ્યા હતા.

તેઓ કંડકટરની સીટ પર આગળ જ બેઠા હતા. તે સમયે અચાનક બસ ચાલકને આ ટ્રક ચાલે છે કે ઉભો છે તેની સમજ ન રહેતા તેને ટ્રકના પાછળના ભાગે પોતાની બસને ઘુસાડી દીધી હતી. ખૂબ જ ધડાકા સાથે બસ અથડાવાની કારણે આગળના ભાગના કુચા થઈ ગયા હતા. તેમાં બેઠેલા 25 વર્ષીય ભરતભાઈને ખુબ જ માથાના ભાગે અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી.

બસમાં ઘણા બધા મુસાફરોને ખૂબ જ ઈજાઓ ગંભીર પહોંચી હતી. તેને કારણે આસપાસના સ્થાનિક લોકોને આ અકસ્માતની ખબર પડતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108ને તરત જ ફોન કરીને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ભરતભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ઘણા બધા મુસાફરોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘણા બધા મુસાફરોને ફેક્ચર અને ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ થઈ ગયા હતા. ટ્રક ચાલક ખૂબ જ ડરી ગયો હતો. તેને કારણે તે ત્યાંથી ભાગી ગયો હતો. ભરતભાઈના મોટાભાઈ જેન્તીભાઈ જેઠાભાઈ મધુડીયાએ આ ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના સ્થળે હાઇવે પર અકસ્માત થતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. અને ટ્રક ચાલકની તપાસ કરી રહી હતી. ત્યારબાદ બસ અને ટ્રકને એક સાઇડ કરીને હાઇવે પરના ટ્રાફિકને દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આવા અકસ્માતો સર્જાતા ઘણા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here