આજકાલ શહેરોમાં રસ્તા કે હાઇવે ઉપર લોકોના કરુણ અકસ્માત થવા લાગ્યા છે. રોજના આવા કેટલાય અકસ્માતો સર્જાય રહ્યા છે. રોજબરોજ આવા વધતા કિસ્સાઓને લઈને સરકારે ઘણા નિયમો કર્યા છે છતાં આવા બનાવો બની રહ્યા છે. તેમાં ક્યાંક યુવકો,યુવતીઓ અને વિદ્યાથીઓ વધારે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આવી એક કરુણ ઘટના અમદાવાદના એસજી હાઈવે પર બની હતી. આ ઘટનામાં એક ડમ્પરવાળાની અડફેટે એક વિદ્યાર્થીની ચડે છે અને આ વિદ્યાર્થીનીનું ત્યાં ઘટના સ્થળે જ મોત થઇ જાય છે. વહેલી સવારે વિદ્યાર્થીની કોલેજ જતી હતી. અને રસ્તામાં આ ઘરના બની જાય છે. આ વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીની હતી.
ખુબ હોશિયાર વિદ્યાર્થીની હતી. એકટીવા ચલાવતા સમયે વિદ્યાર્થીનીએ હેલ્મેટ પહેર્યું હતું. છતાં પણ આ અકસ્માતમાં તે બચી શકી નહિ. અને ત્યાં ઘટના સ્થળે જોત-જોતામાં ઘણા લોકો આવીને ઉભા રહી ગયા. વિદ્યાર્થીની ડમ્પરના પાછળના ભાગમાં અથડાય છે અને ત્યાં જ એકટીવા બેકાબુ થતા વિદ્યાર્થીની ત્યાંને ત્યાં જ મુત્યુ પામે છે.
તે એકટીવા પણ સીધી બાજુ જ ચલાવતી હતી. વિદ્યાર્થીની રસ્તાની સવળી બાજુ જ જતી હતી. અને તેને નિયમો અનુસાર હેલ્મેટ પહેર્યું હતું. વિદ્યાર્થીનીએ ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરી રહી હતી. છતાં આ વિદ્યાર્થીની અકસ્માતણો ભોગ બની અને ત્યાં ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું.
હેલ્મેટ હોવા છતાં વિદ્યાર્થીનીને માથાના ભાગમાં વાગ્યું હતું. આ ઘટના તેની સાથે ધારીના હોય એવી બની ગઈ. અને ત્યાં ઉભેલા લોકોએ વિદ્યાર્થીના પિતાને વિદ્યાર્થીના ફોનમાંથી જાણ કરી તેના પિતા આવીને આ જોઈ ન શક્યા અને ત્યાં જ બેભાન થઇ ગયા.
અને એના પરિવારના લોકોને પણ ખુબ મોટો ઝટકો લાગ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરી. ડમ્પર ચાલતું હતું કે બંધ પડયુ હતું તે અંગે કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. હકીકતમાં આ અકસ્માત ખુબ જ ગંભીર હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર દીકરીના પરિવારજનો ખુબ જ દુખના માહોલમાં ચાલ્યા ગયા છે.
આ કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થિની મહેસાણા પાસે આવેલી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી એવી માહિતી સામે આવી છે. આ ડમ્પરના પાછળના ટાયરમાં આ દીકરી ફસાઈ ગઈ હતી અને છેલ્લા ટાયર પાસે થયેલા અકસ્માતમમાં વાંક બંને માંથી કોનો હતો.. તે તો તપાસના અંતે જ જાણવા મળશે..
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!