હાઇવે પર ઉભેલા ટ્રકમાં પુર ઝડપી આવતી બસ ઘુસી જતા ધડાકેદાર કડાકો થયો, ડ્રાઈવર અને કંડકટરના મોત…!!

0
127

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે અને બધા જતા અકસ્માતોને અટકાવવા માટે સરકારે ઘણા બધા ટ્રાફિક નિયમો કડક બનાવ્યા છે પરંતુ ટ્રાફિક નિયમનું પાલન કર્યા વગર લોકો ખરાબ ડ્રાઇવિંગ અથવા તો ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને ખૂબ જ વધારે અકસ્માત સર્જી રહ્યા છે.

અકસ્માતમાં તેને કારણે પરિવારના એક સભ્યને મોત થતા પાછળ પરિવાર વેરવિખેર થઈ જાય છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે દિવસ દરમિયાન જોઈ રહ્યા છીએ. હજુ આવી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં હાઈવે પર એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

વાપી જિલ્લાની બસ સાંજના સમયે સુમારે ડીસા તરફ જઈ રહી હતી. આ બસમાં 2 વ્યક્તિઓ હતા. એક બસના ડ્રાઇવર કમલેશભાઈ ચૌહાણ અને એક બસની કંડકટર રેખાબેન દેસાઈ હતા. તે બંને ડીસા તરફ જઈ રહ્યા હતા. રાતનો સમય થઈ જવાને કારણે બસમાં ડ્રાઈવર પોતાનું વાહન ખૂબ જ ઝડપી ચલાવી રહ્યો હતો.

આ દરમ્યાન પાલનપુર તાલુકાના ચડોતરથી બાદરપુરા વચ્ચે પસાર થતાં હાઇવે પર ઘણા બધા વાહનો પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ટ્રક ખરાબી હોવાને કારણે સાઈડમાં ઉભો હતો. સાઈડમાં ઊભેલો ટ્રકના ડ્રાઈવરે પોતાનું વાહન બરાબર સાઈડમાં ઊભું રાખ્યું હતું. પરંતુ બસનો ડ્રાઈવર વધારે સ્પીડમાં હતો.

સ્પીડમાં હોવાને કારણે અને સાંજનો સમય થઈ જવાને કારણે પોતાની બસને ખૂબ જ ઝડપી ચલાવી હતી. તેને ટ્રક ઉભો છે કે ચાલે છે તે સમજ ન પડતા ટ્રકના પાછળના ભાગમાં બસને ઘૂસાડી દીધી હતી. જોરદાર સ્પીડને કારણે બસ  ટ્રકના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. અને બસ ટ્રકમાં ઘુસી જતા ડ્રાઈવરને અને કંડકટર ઈજા પહોંચી.

કમલેશભાઈ અને રેખાબહેન બંને આગળની સીટમાં બેઠેલા હોવાથી તે બંનેને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સમયે ખૂબ જ મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો. તે માટે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચવા દોડી રહ્યા હતા અને બસ ડ્રાઇવર અને કંડકટર બહેનને બચાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા હતા.

ટ્રકનો ડ્રાઈવર પણ પાછળના ભાગમાં જઈને જોયું તો ખરાબ અકસ્માત સર્જાઈ ગયો હતો. અને તરત જ થઈ લોકોએ 108ને ફોન કરીને સિવિલ હોસ્પિટલમાં કલ્પેશભાઈ રેખાબેનને દાખલ કર્યા હતા. અને અકસ્માતની ફરિયાદ ટ્રકના ચાલકે બસ ડ્રાઇવર વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

આમ દિવસે દિવસે રોજ આવા અવનવા ગમખ્વાર અકસ્માતો બનવાને કારણે ઘણા બધા લોકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે. એક દિવસમાં અને 5 થી 6 ઘટનાઓ અકસ્માતની સાંભળી રહ્યા છીએ. તેને કારણે રાજ્યભરમાં ઘણી બધી અકસ્માત થવાને કારણે ઘણા બધા લોકોને મૃત્યુ પણ થવા લાગ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here