હાઇવે ઉપર પોલીસને ચેકિંગ કરતા ટેન્કરમાંથી મળ્યું એવું કે, આ જોઇને પોલીસ પણ ચોંકી ગઈ..એવું તો શું મળ્યું હતું?..જાણો..!!

0
137

રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી છે. દિવસેને દિવસે લોકો આવા ખરાબ કામોની પ્રવૃત્તિઓ કરીને આજની યુવાન પેઢીને પણ ખરાબ રસ્તે દોરી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂની મનાઈ હોવા છતાં પણ રાજ્યમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.

લોકો આજકાલ આવા નશાખોરીના ગેરકાનૂની કામો કરીને આજની પેઢીને પણ ખરાબ રસ્તે દોરી રહ્યા છે. આવી જ એક નશાખોરીની પ્રવૃત્તિની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં પસાર થતો એક્સપ્રેસ હાઈવે પરથી એક દારૂ ભરેલું ટેન્કર પોલીસે પકડી પાડ્યું હતું.

વડોદરા તાલુકાના એક્સપ્રેસ હાઈવે ઉપર આ કન્ટેનર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. વડોદરાની બહાર આવેલા હાઇવે ઉપર પોલીસોએ પોતાની ચેકિંગ ગોઠવ્યું હતું. આજકાલ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બીજા રાજ્યોમાંથી ખુલ્લેઆમ દારૂની હેરફેર થઈ રહી છે. આ ઘટનામાં દારૂની હેરફેર કરતા બુટલેગરોના નામ મહેન્દ્રસિંહ ભવરસિંગ પાસવાન હતું.

તે હીડોલી ગામમાં રહેતો હતો અને તેનું મૂળ ગામ રાજસ્થાન હતું. તે એક રાજપૂત પરિવારનો હતો. બીજાનું નામ લખીરામ રામદાસ અહીરવાર હતું. તે દોરીયા ગામમાં રહેતો હતો. તેનું મૂળ વતન મધ્યપ્રદેશ છતરપુર હતું. આ બંને યુવકો અવારનવાર દારૂની હેરાફેરી રાજસ્થાનથી ગુજરાતમાં કરી રહ્યા હતા.

આ બંને યુવકો એક દિવસ ગુજરાતમાં રાજસ્થાનમાંથી દારૂનું ટેન્કર લાવી રહ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનનામાં થી લાવી રહ્યા હતા. તેઓ રાજસ્થાનના ટોંક ગામમાં રહેતો વ્યક્તિ આ કામ કરાવતો હતો. આ વ્યક્તિનું નામ બબલુ હતું. બબલુ દિલ્હીમાંથી દારૂ ભરાવતો હતો.

દિલ્હીમાં આવેલા કરનાલ રોડ ઉપરથી દારૂ ભરાવીને આ વિદેશી દારૂના જથ્થાને રાજકોટ લઈ જવામાં આવતો હતો. અને આ બંને યુવકો બબલુના કહેવા પ્રમાણે આ દિવસે પણ દિલ્હીના કરનાર રોડ ઉપરથી વિદેશી દારૂના જથ્થાને ભરીને રાજકોટમાં લઈને આવી રહ્યા હતા. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે એક ટેન્કર દારૂનું રાજકોટ તરફ આવી રહ્યું છે.

તે માટે પોલીસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે ઉપર પોતાની વોચ ગોઠવી હતી અને સવારના સમયે આ ટેન્કર વડોદરાના નજીક એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પરથી પસાર થયું હતું. તે સમયે પોલીસે આ ટેન્કરને પકડી પાડ્યું હતું.  તેનું ચેકિંગ કર્યું હતું. આ ટેન્કર હાલોલથી નીકળીને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું.

તે માટે ટેન્કરની ચેકિંગ દરમિયાન ટેન્કરમાંથી વિદેશી દારૂની 339 પેટીઓ મળી આવી હતી. અને આ પેટીઓમાં વિદેશી દારૂના 8088 નંગ દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત 15,85,800 થતી હતી. જપ્ત કરેલ કન્ટેનરની કિંમત 6 લાખ રૂપિયા હતી અને આ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આમ પોલીસે કુલ ટોટલ 21,87,300 નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને પોલીસોએ બંને યુવકોને પોતાની કસ્ટડીમાં લીધા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે રાજસ્થાનનો યુવક દિલ્હીમાંથી દારૂ ભરાવીને રાજકોટ રાજકોટ ખાતે લઈ જવામાં આવતો હતો.

રાજકોટમાંથી દારૂના જથ્થાને અમદાવાદમાં લઈ જવામાં આવતો હતો. આમ જુદા જુદા રાજ્યોના વિસ્તારોમાં આ વિદેશી દારૂને પહોંચાડવામાં આવતો હતો. આ કન્ટેનરને પોલીસે જપ્ત કરીને તેના મુખ્ય માલિકની ધરપકડ કરવા માટે પોલીસ તપાસ કરી રહી હતી. આજકાલ આવી નશાખોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે અને લોકો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here