હનુમાનજીએ શા માટે કર્યા હતા ત્રણ લગ્ન, પછી પણ કહેવાયા તેઓ બાલ-બ્રહ્મચારી

0
344

ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. લગભગ તમને એ ખબર નહિ હોય કે હનુમાનજીએ વિવાહ કર્યા હતા, એની સાથે જ માતા સીતા એ હનુમાનજી ને અજર અમર રહેવાનું વરદાન આપ્યું હતું. એની સાથે જ વાલ્મીકી કૃત રામાયણમાં આ વાત નો ઉલ્લેખ મળે છે.

કે જયારે શ્રીરામ એ સરયુ માં સમાધિ લઇ રહ્યા હતા એ સમયે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એમણે કહ્યું હતું કે હનુમાન તમે કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહીને હરી કથાને જીવંત બની રાખશો. હિંદુ ધર્મમાં માન્યતા છે કે હનુમાન જ એકમાત્ર એવા ભગવાન છે જે કળિયુગમાં એમના ભક્તો પર પ્રસન્ન થઈને એના બધા દુઃખોને હરણ કરી લે છે.અમે આ લેખમાં હનુમાનજીની ત્રણેય પત્નીઓ વિશે કહેવા જઈ રહ્યા છે.

પરાશર સંહિતાની અનુસાર હનુમાનજીને ભગવાન સૂર્યદેવથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, ભગવાન સૂર્યએ હનુમાનજી ને કહ્યું કે મેં તમને બધી વિદ્યાઓનું જ્ઞાન આપ્યું છે, કેવળ એક વિધા શેષ છે. પરંતુ એ વિદ્યા માટે પરિણીત હોવું આવશ્યક છે. એના પછી હનુમાનજી એ સૂર્યપુત્રી સુર્વચલાની ઇચ્છાનુસારથી વિવાહ કર્યા હતા.

હનુમાનજીના વિવાહને લઈને બીજી માન્યતા પદ્મચરિતની અનુસાર એ છે કે એક વાર લંકા ના રાજા રાવણ અને વરુણ દેવની વચ્ચે થયું હતું. ત્યારે હનુમાનજી એ વરુણ દેવની બાજુથી યુદ્ધ કર્યું હતું. જેના પછી હનુમાનજીએ રાવણના બધા પુત્રોને બંદી બનાવી લીધા હતા. યુદ્ધ પછી રાવણે એમની પૌત્રી અનંગકુસુમા ના વિવાહ હનુમાનજી સાથે કરાવી દીધા હતા.

પૌરાણિક કથાની અનુસારજયારે હનુમાનજીએ વરુણ દેવની બાજુથી રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, એના પછી વરુણ દેવ હનુમાનજી થી ખુબ પ્રસન્ન થયા જેના પછી એમણે એમની પુત્રી સત્યવતીના વિવાહ હનુમાનજીની સાથે કરાવી દીધા. હનુમાનજીએ વિભિન્ન પરિસ્થિતિઓને કરને હનુમાનજી એ વિવાહ કર્યા, પરંતુ એમણે ક્યારેય વિવાહનું સુખ નથી મેળવ્યું. આજીવન બ્રહ્મચારીનું પાલન કરવાને કારણે તે બાલ બ્રહ્મચારી કહેવાયા…

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here