સૌથી જાગૃત અને સર્વશક્તિશાળી દેવતાઓ માં હનુમાનજીની કૃપા જેના પર વરસવાનું ચાલુ થઇ જાય છે એનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. એ જ દશ દિશાઓ અનેચારેય યુગો માં એનો જ પ્રતાપ છે. હનુમાનજી આ કળિયુગ માં સૌથી અધિક જાગૃત અને સાક્ષાત છે.
કળિયુગ માં હનુમાનજી ની ભક્તિ જ લોકો ના દુઃખ અને સંકટ બચાવવામાં સક્ષમ છે. બજરંગબલી ની ભક્તિ અને હનુમાન ચાલીસા વાંચવાથી વ્યક્તિ ખુદ ને ઘણી સારી બાધાઓ થી બચાવી શકે છે. તો આવો જાણીએ કે તે કઈ બાધાઓ છે.
ભૂત-પ્રેત : ભૂત-પ્રેત જેવી સાયા અને બાધાઓ થી પરેશાન વ્યક્તિ ને બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ અને રોજ અથવા મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર માં જઈને હનુમાનજી ને અગરબતી ચઢાવવી જોઈએ. હનુમાનજી નું નામ જ જપતા રહેશો તો ભયમુક્ત થઇ જશો.
શનિ અને ગ્રહ બાધાથી મુક્તિ : જેને લાગે છે કે એને શનિ અથવા બીજા કોઈ ગ્રહ ની બાધા છે.સાઢે સાતી, રાહુ ની મહાદશા ચાળી રહી છે તો ગભરાવા ની જરૂર નથી જેના પર હનુમાનજીની કૃપા હોય છે એને શનિ અને યમરાજ કંઈ પણ કરી શકતા નથી.
રોગ અને શોકથી મુક્તિ : જો કોઈ પણ વ્યક્તિ ના શરીર માં પીડા છે અથવા પછી તે કોઈ રોગ થી પીડાય છે તો તમે હનુમાન બાહુક નો પાઠ કરો. એનો પાઠ કરવાથી બધા રોગ અને શોક થી મુક્તિ મળી જાય છે.
કોર્ટ કચેરીના મામલાથી મુક્તિ : હનુમાનજી બંધી છોડ બાબા છે. એના સિવાય કોઈ અન્ય બંધી છોડ નથી. જે લોકો રોજ સવારે અને સાંજ ના સમયે હનુમાન ચાલીસા ના પાઠ કરે છે એને કોઈ પણ વ્યક્તિ બંધક બનાવી શકતો નથી. એના પર કારોબાર નો સંકટ ક્યારેય આવતો નથી. તે માનસિક રૂપ થી પણ બંધન થી પણ મુક્ત થઇ જાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!