હાર્દિક પટેલનું આમ આદમી પાર્ટીમાં જોડવા મુદ્દે મોટું નિવેદન , જાણો શું છે મામલો ..!

0
199

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકે પટેલે (Hardik Patel) આમ આદમી પાર્ટી(AAP) ને B ટીમ કહી છે. તેમજ આમ આદામી પાર્ટીની ગુજરાત (Gujarat) એન્ટ્રી લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. આ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા બાબતે હાર્દિક પટેલે મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટી જોડાવાનો નથી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. તમામ સમાજ કોંગ્રેસ (Congress) તરફ  પ્રેરિત થઈ રહ્યા છે.

આમ આદામી પાર્ટીની ગુજરાત (Gujarat) એન્ટ્રી લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. આ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા બાબતે હાર્દિક પટેલે મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટી જોડાવાનો નથી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. તમામ સમાજ કોંગ્રેસ (Congress) તરફ  પ્રેરિત થઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતી તેજ : આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનીને સામે આવશે ત્યારે રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

એવામાં આજે એક કેસના મુદ્દે કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાવવા બાબતે હાર્દિક પટેલે મોન તોડ્યું :  છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને અસમંજસતા જોવા મળી રહી છે. નવા પ્રદેશ પ્રમુખ, પ્રભારીથી લઈને આખા માળખામાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાઇ ગયા હોવાથી તેઓ નારાજ છે તેવી ચર્ચા રાજકારણમાં શરૂ થઈ છે.

એવામાં ઘણા સમયથી અટકળો હતી કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈય જશે અને આમ આદમી પાર્ટી તરફથી તેઓ પાટીદાર ચહેરો બનશે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ તેના પર દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે આજે સમગ્ર મુદ્દે હાર્દિક પટેલે મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here