પ્રસંગ-57 : સારંગપુર મંદિરના ઉત્તરાદા ખંડમાં વિરાજિત ધર્મકુળની મૂર્તિઓ સુવર્ણ સિંહાસનમાં બિરાજી ગઈ તેનો આનંદ યોગીજી મહારાજને મન અનેરો હતો. આ કાર્યથી શાસ્ત્રીજી મહારાજને રાજી પરિતોષ તેઓ અનુભવી રહેલા. આ અવસરે મુંબઈથી પણ ઘણા હરિભક્તો આવેલા.
કારણ કે સુવર્ણ સિંહાસનની સેવામાં તેઓનો સિંહફાળો હતો. સાથે સાથે સારંગપુરની આસપાસનાં ગામોના પણ સેંકડો હરિભક્તો આવી પહોંચેલા.
ઉત્સવની ઉજવણી બાદ તે સૌ હરિભક્તો ભોજનશાળામાં મહાપ્રસાદ માટે ગોઠવાયા હતા. સંતો આ હરિભક્તોને પીરસવાની સેવામાં હતા, પરંતુ જમનારા ઝાઝા અને પીરસનારા ઓછા એવી પરિસ્થિતિ નિર્માણ પામેલી. તેથી હરિભક્તોને વાનગીઓ પહોંચવામાં વિલંબ થતો હતો.
આ વિગત સ્વામીશ્રીની નજરમાં નોંધાઈ ગઈ. તેઓએ તરત જ ગાતરિયું પોતાની કેડ ઉપર બાંધી દીધું. ધોતિયું ઓટીમાં ખોસી દીધું. મોહનથાળની કથરોટ હાથમાં લીધી અને પાણીના રેલાની જેમ પીરસવા મંડી પડ્યા. સ્વામીશ્રી દરેકને જાણે-પિછાણે. તેથી ખબર પૂછતા જાય અને પીરસતા જાય. હરિભક્તો તો આ લાભ પામી ગેલમાં આવી ગયા.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો