હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે બીજા રાજ્યોમાં વરસાદના આગમનને કારણે હવે ગુજરાતમાં પણ આ તારીખે બેસશે ચોમાસું, વાંચો..!

0
96

હાલના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળા કાળજાળ તડકાને લોકો સહન કરીને થાકી ગયા હતા તેને કારણે થોડા દિવસ પહેલા વરસાદી માહોલ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. વાતાવરણ ઠંડુ અને પવન પણ જોરદાર ફુંકાઈ રહ્યો હતો. અને વરસાદ હમણા જ આવી જશે તેવું વાતાવરણ બની ગયું હતું.

પરંતુ અચાનક જ રાતોરાત વાતાવરણમાં ફેરફાર થઇ ગયો છે. અને દિવસે ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે. પરંતુ બાકીના રાજ્યોમાં ચોમાસું ચાલુ થતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે થોડા દિવસમાં જ વરસાદ આવવાની સંભાવના છે. 10 જૂન સુધીમાં વરસાદના ઝાપટા ચાલુ થશે. અને 14 થી 15 જૂન આસપાસ સારો એવો વરસાદ થશે.

અને જુલાઈ મહિનામા ખૂબ જ સારો વરસાદ રહેશે. અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. આ રીતે ચોમાસાનું ચક્ર રહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અને દર વર્ષની જેમ દેશના ઘણા બધા રાજ્યોમાં વહેલું ચોમાસું શરૂ થઈ જાય છે. તેમાં કેરળમાં નૈઋત્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે.

સામાન્ય રીતે કેરલમાં, મુંબઈમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થાય છે. તેને કારણે કેરળમાં ચોમાસુ ચાલુ થઇ જતાં હવે ગુજરાત રાજ્યોમાં 15 જૂન આસપાસ વરસાદનું આગમન થશે. અને એક તરફ દેશના ઘણા બધા રાજ્યો માં વરસાદનું આગમન થઇ ગયું છે તો કેટલાંક રાજ્યોમાં ધમધમતો તડકો પડી રહ્યો છે.

તેને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં હળવો વરસાદ પડી રહ્યો છે પરંતુ ત્યાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. અને સમુદ્રના વિસ્તારોમાં એટલે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગોવા જેવા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

જ્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મધ્યમ વરસાદની અને બાકીના રાજ્યો કરતાં ચોમાસાની મોડી આગાહી છે. અને વાત કરવામાં આવે તો હમણાં પવનની દિશા બદલાવને કારણે અમદાવાદ સહિત ઘણા બધા શહેરોમાં ધમધમતો તડકો પડી રહ્યો છે. તેને કારણે ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો થયો છે.

બીજા રાજ્યોના ચોમાસાના આગમનને કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વધી છે તેને કારણે 15 જૂનથી ગુજરાતમાં પણ ચોમાસુ ચાલુ થઇ જશે. અને ગરમી થોડી ઘટી પણ થશે. ચોમાસું ખુબ સારું રહેશે. અને ખેડૂતોને વાવની પણ સારી એવી થશે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here