હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે આ તારીખે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો માટે મોટા સમાચાર..!!

0
117

રાજ્યમાં ચોમાસાની સીઝન ખૂબ જ સારી ચાલી રહી છે. ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જૂન મહિનામાં વધઘટ વરસાદ થઈ રહ્યા હતા પરંતુ જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં 2-3  દિવસથી ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે આગામી 5 દિવસમાં અતિ ભારે વરસાદ રહેશે. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કરછના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ સર્વત્ર રહેશે. તેને કારણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે, તેઓ પોતાની વાવણી કરવાનો આ અનુકૂળ સમય રહેશે. દરેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ રહેશે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. સુરતમાં 4 કલાકમાં છ ઇંચ વરસાદ પડતા ઘણા બધા વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા હતા તેને કારણે ભયજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. તેને કારણે હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુરત શહેરમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સુરત શહેરમાં તાપી નદીમાં નવા નીર આવ્યા છે. તેને કારણે કોઝવે ઓવર ફ્લો થઈ ગયો છે. ઓવર ફ્લો થવાને કારણે સુરત શહેરમાં લોકોને આવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે.

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો પહેલેથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો. હાલમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદને કારણે  ભયજનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેમાં વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમદાવાદમાં ઉસ્માનપુરામાં એકસાથે સતત 12 ઇંચ વરસાદ ખાપકી ગયો હતો.

જેને કારણે એ શહેરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. રસ્તા ઉપર લાંબી ટ્રાફિકો જોવા મળી રહી છે. અમદાવાદમાં 12 ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે મોટાભાગના શહેરોમાં છાતી સમાણા પાણી ભરાઈ ગયા છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેને કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા ન હતા.

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર, નિકોલ, નરોડા, સેટેલાઈટ, ઉસ્માનપુરા, બોકડદેવ, મણીનગર, જમાલપુર, દાણીલીમડા, કાકરીયા, બાપુનગર, ગોમતીપુર, ખોખરા, રાયપુર, પ્રહલાદ નગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ગાડીઓ તણાવવા લાગી હતી. હજુ આગામી 5 દિવસ સારો વરસાદ રહેશે.

ડાંગ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના શહેરો પાણીથી ધમધમી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લામાં ખૂબ જ સારા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં  ધમાકેદાર ધોધ પડવા લાગ્યા હતા. જેમાં વરસાદને કારણે ડાંગ જિલ્લામાં સાપુતારા પાસે આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.

નવસારીમાં અંબિકા નદીમાં નવાપુર આવી ગયા હતા. નવસારીમાં સારા વરસાદને કારણે અંબિકા નદીનો ડેમ પણ ઓવર ફ્લો થઈ ગયો હતો. તેમજ અંબિકા અને ખાપરી નદી બંને કાંઠે રહેવા લાગી હતી. આમ, દરેક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદને કારણે પ્રવાસીઓનું ખૂબ જ વધુ ટ્રાફિક જોવા મળી રહ્યું હતું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here