હવામાન શાસ્ત્રી અંકિત પટેલના મતે આ તારીખ સુધીમાં વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે ત્રાટકવાની આગાહી..!!

0
179

હાલમાં વરસાદની સિઝન ખૂબ જ સારી એવી ચાલી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. છુટો છવાયો રાજ્યમાં વરસાદી માહોલને કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

હવામાન શાસ્ત્રી અંકીત પટેલના મતે રાજ્યમાં ચોમાસું સારું ચાલી રહ્યું છે. આગળ વધતા ચોમાસાને કારણે 5 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે. દરેક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. સાથે સાથે ગરમી અને બફારાથી લોકોને રાહત મળશે છૂટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે તેવી આગાહી આપી છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હાલમાં 2 દિવસમાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો છે.

મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ અત્યાર સુધી રહેતો હતો પરંતુ અમદાવાદ શહેરમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. તેને કારણે શહેરીજનો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અસંખ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી ગઈ હતી. અમદાવાદમાં ભારે વરસાદ વરસવાને કારણે રસ્તા પર પાણીની નદી વહેવા લાગી હતી.

મેઘરાજા ધોધમાર વરસી ગયા હતા. સૌરાષ્ટ્રમાં દરેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રને પાણીથી રેલમછેલ કરી દીધું છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના માધાપર ગામ પાસે આજી-2 ડેમ આવેલો છે. આ ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે ડેમના ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રાજ્યના છુટાછવાયા જિલ્લાઓના ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે બધા ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

ભાવનગર શહેરમાં પણ સારા વરસાદને કારણે શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. રાજ્યમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી પરંતુ ખુશીની સાથે સાથે લોકોને દુઃખ પણ સહન કરવું પડયું હતું.

લોકો પર વીજળીના કડાકા ભડાકા અને પાણી ઘરમાં ઘૂસી જવાને કારણે આફતો આવી ગઈ હતી. ઘણા બધા વિસ્તારોમાં વીજળીના ગાજવીજને કારણે વીજળી પડતાં લોકો ઘર વિહોણા થઇ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી તળાવો છલકાઇ જવાને લીધે તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા.

તેને કારણે પણ લોકો પોતાના પશુપાલકો સાથે ઘર વિહોણા થઇ ગયા હતા. દરિયા કિનારાના વિસ્તારોમાં 30 થી 40ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન શાસ્ત્રીએ બતાવી હતી તે માટે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમા રહેતા લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આમ, એકંદરે રાજ્યનું ચોમાસુ ખૂબ જ સારું એવું રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here