હાલમાં ચોમાસાની સિઝન સારી ચાલી રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ ચાલુ થતાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસતો હતો. અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતું હતું. તેથી છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ પડતા હતા.
હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા મુજબ બંગાળાની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેસરને કારણે મોનસુન ટ્રફથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ રહેશે.
પશ્ચિમ બંગાળથી રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ આ લો-પ્રેશર સિસ્ટમ આવી રહી છે. તેને કારણે ગુજરાતના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં 5 થી 8 ઇંચ સુધી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં મોટા ભાગનો મધ્યમથી ભારે વરસાદ પડશે.
લો પ્રેસરની અસરને કારણે એર સાઇક્લોનિક સર્ક્યુલેશન ફેલાવવાની કારણે કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. મોનસુન ટ્રફની સ્થિતિને કારણે પશ્ચિમ ભાગોમાંથી વધુ સક્રિય સિસ્ટમ બની હોવાને કારણે આગામી પાંચ દિવસમાં ખૂબ જ સારો વરસાદ વરસે. અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ રહેશે.
સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, દ્વારકા જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ રહેશે. હાલમાં સૌરાષ્ટ્રના પોરબંદરમાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો હતો. પોરબંદરના દરેક જિલ્લાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કુતિયાણામાં અને રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડવાને કારણે ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા.
દરેક ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા હતા. પરંતુ જરૂર કરતાં વધારે વરસાદ વરસી જવાને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા જોવા મળી રહી હતી. દરેક વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં આફતો પણ આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં નદી, તળાવો છલકાવવાને કારણે ગામમાં પાણી ગયા છે. અને લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે પશુ અને માનવ જીવન પર ઘણી ગંભીર અસર પડી રહી છે. શહેરોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદને કારણે સરકારે એનડીઆરએફની ટીમોને અમુક જિલ્લાઓમાં મૂકી દીધી છે જેને કારણે આફતની સ્થિતિ સર્જાતા સહાય મળી રહે.
તે માટે સરકારે અગાઉથી જ પગલા ભરી લીધા છે. સાનુકૂળ વાતાવરણને કારણે આગામી અતિ ભારે વરસાદની આગાહીને લઈને લોકો ચિંતા જોવા મળી રહ્યા છે અને લો પ્રેશરની સિસ્ટમને કારણે હવામાનમાં ફેરફાર થવાને કારણે દરિયામાં પણ ભારે તોફાન આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે હવામાન શાસ્ત્રીઓના અનુમાન મુજબ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ અને જુલાઈ મહિનામાં સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. આમ, એકંદરે રાજ્યમાં ચોમાસુ સારું ચાલી રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!