હવામાન વિભાગે આપી આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફુંકાવાની સાથે સાંબેલાધાર વરસાદની આગાહી…!!

0
126

હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહ્યો છે. તેને કારણે રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ચોમાસામાં વધઘટ જોવા મળી રહી છે.

ઘણા બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ઘણી બધી હોનારતો પણ સર્જાઈ ગઈ છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. દરેક જિલ્લાઓમાં સારો વરસાદ સાર્વત્રિક વરસે છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર દેખાઈ રહી છે.

પરંતુ હાલમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. બાકીના મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યના દરેક વિસ્તારોમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસવાની સંભાવના છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદની ખૂબ જ રાહ જોવાઈ રહી છે. જૂન મહિનામાં જ્યાં ઓછો વરસાદ રહ્યો છે તે જિલ્લાઓમાં જુલાઈ મહિનામાં વરસાદ રહેશે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓ 5 દિવસ સુધી ભારે વરસાદ રહેશે. જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ચોમાસુ ખૂબ જ સારું બનશે. સુરત શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તેને કારણે દરેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે. રસ્તા ઉપર પાણીની નદીઓ વહેવા લાગી છે.

આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે. ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં મેઘરાજા બરાબર વરસી ગયા છે. તેને કારણે આ શહેરો પાણી પાણી થઈ ગયા છે.

નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે. તેને કારણે રાજ્યના પ્રવાસીઓ આનંદ લેવા માટે જઈ રહ્યા છે. રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદને લીધે રાજ્યમાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમ ચોમાસુ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે પવન ફુકાવાની શક્યતા દેખાઈ રહી છે.

તે માટે દરિયાકિનારાના વિસ્તારોમાં લોકોને સ્થાનાંતરિત કરીને દરિયાથી સાવચેત રહેવા આદેશ અપાયા છે. દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ભારે પવનને કારણે ઊંચા મોજા ઉછાળવાની આશંકાઓ દેખાઈ રહી છે. દરિયામાં 30 થી 40 કિ.મીની ઝડપે પવન સુકાવાની શક્યતા છે.

તેને કારણે આસપાસના દરેક વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દરિયામાં પાણીમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ભારે પવન સાથે ઉછળતા વાતાવરણમાં પલટો જોવા મળશે. તેને કારણે દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહી છે. રાજ્યના ખેડૂતો સારા વરસાદને કારણે વાવણી સફળતાપૂર્વક થવાને લીધે ખુશ જોવા મળી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here