હવામાન વિભાગના આગાહીકારોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 24 કલાકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ખાબકશે મુશળધાર વરસાદ..!!

0
137

ગરમીના મહોલમાં અચાનક જ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોએ ગરમી અને તડકાથી રાહત અનુભવી હતી. રાજ્યના દરેક વિસ્તારોમાં હાલમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. અને ઘણા વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થઇ ગયા છે. અને હજુ પણ ભારે વરસાદ પડે તેની આશંકા થઈ રહી છે.

હાલમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે હાલમાં કોઇ સિસ્ટમ સક્રિય નથી પરંતુ જે છે તે વધારે મજબૂત થઈ છે તેના કારણે વરસાદ સારો રહ્યો છે. રાજ્યમાં દરેક જિલ્લાઓની વાત કરવામાં આવે તો દરેક જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની કોઇ શક્યતા દરેક જિલ્લામાં નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં મેઘરાજાએ ખૂબ જ સારો એવો વરસાદ વરસાવી દીધો હતો. અરબી સમુદ્રના સિસ્ટમ સક્રિય થવાની અસર દેખાઈ રહી છે. તેના કારણે હાલમાં બધા જ રાજ્યોમાં ખૂબ જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અને બધા રાજ્યોમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે.

દેશના ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અને રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર વરસી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ થવાને કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઇ ગયા છે. અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તો ઘણી બધી નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે.

લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. અને વાડીઓમાં કુવાઓ છલકાઈ ગયા છે. તેને કારણે ખેડૂતો પણ પોતાની પાકની વાવણી સારી રીતે કરી રહ્યા છે. અને ખેડૂતોને પોતાના પાકને માટે પૂરતું પાણી પણ મળી ગયું છે. રાજ્યમાં હાલમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસમાં ખૂબ જ સારો એવો ભારે વરસાદ પડવાની આશંકા હતી. અને આગાહીના પગલે હાલમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા શહેરોમાં સારો એવો વરસાદ પડવાને કારણે લોકોને પોતાના કામેં જવા માટે રેનકોટ અને છત્રીની વ્યવસ્થા પણ કરવી પડી છે. હાલમાં આ વરસાદ વરસવાને કારણે હવે ચોમાસું સારું એવું ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

અને રાજ્યના બાકી વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી છે. તેથી ચોમાસુ ચાલુ થતાં જ રાજ્યના કચ્છ વિસ્તારમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. કચ્છ, ભુજમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે કચ્છના લોકોને પણ પાણીની અછત સર્જાઇ રહી નથી.

દક્ષિણ ગુજરાતના વલસાડ, દાદરા નગર હવેલી અને સેલવાસ જેવા વિસ્તારોમાં ઘણા બધા દિવસથી વાદળછાયું વાતાવરણની સાથે સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. તેને કારણે લોકો લીલી હરિયાળીનો આનંદ અને ઠંડકવાળા વાતાવરણમા ફરવા માટે પણ લોકો આયોજન કરી રહ્યા છે.

ઘણા બધા વિસ્તારોમાં આવા સારા વરસાદને કારણે લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં તો ખેડૂતોને ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જેવા વિસ્તારોમાં સારા વરસાદની જરૂર હોય અને ત્યાં સારો વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને ખેતી કરવા માટે સારું એવું પાણી પણ મળી રહ્યું છે. આમ ચોમાસું કેવું ચાલી રહ્યું છે. અને મેઘરાજા મનમુકીને રાજ્યના દરેક વિસ્તારોમાં વરસી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here