હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસમાં આ વિસ્તરોમાં જોરદાર પવન સાથે સાંબેલાધાર વરસાદની આગાહી..!!

0
147

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસુ શરુ થવાની સાથે જ બધા જ રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક રાજ્યોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ઘણા બધા રાજ્યમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે તો ઘણા બધા રાજ્યોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આમ વરસાદ વધઘટ થઇને બધા જ રાજ્યોમાં સર્વત્ર રહ્યો છે.

ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસવાને કારણે નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે નદી-તળાવો ભરાઈ ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજ આમ અણધારિયા અતિભારે વરસાદ વરસી ગયા છે તેને કારણે ઘણા બધા શહેરોમાં પાણી પણ ભરાઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. હજુ આગામી 2 દિવસમાં અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી જશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેપવન ફૂંકાવાની સાથે સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ એટલે 25 થી 26 જૂને વરસાદનું જોર સર્વત્ર વિસ્તારોમાં વધવાની શક્યતા કહેવામાં આવી છે.

જૂન મહિનામાં બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી જશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદની આગાહી રહી છે છતાં પણ જૂન મહિનામાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે અને ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો જ રહ્યો છે.

તે માટે જુલાઈમાં સારા વરસાદની આગાહી રહી છે હજુ જુન મહિનાના બાકી દિવસોમાં પણ સારો એવો વરસાદ વરસશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચના જેવા અનેક જિલ્લાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસવાને કારણે જિલ્લાઓના રસ્તા ઉપર પાણીની રેલમછેલ કરી દીધી હતી.

અન્ય તાલુકાઓમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે ક્યારે વરસાદ વરસી જાય તે કોઈ કહી શકતું નથી. કામરેજમાં સૌથી વધુ વરસાદ વરસી ગયો હતો. એક કલાકમાં 4  ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. વલસાડ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવવાને કારણે વલસાડના ધરમપુર શહેર, બીલપુડી, બામટી, આસુરા, બરૂમાળ જેવા ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. હજુ ઘણા બધા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણને કારણે બફારો અને ઉકળાટ જોવા મળે છે.

છુટો છવાયો વરસાદ પડતો હોવાથી વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ જોવા મળે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવું વાતાવરણને કારણે લોકો ધોધમાર વરસાદ વરસવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ અણધાર્યો વરસવા લાગ્યો છે.

આમ વરસાદની વધઘટને કારણે ઘણા બધા રાજ્યોમાં વરસાદ ઓછો વધુ જોવા મળ્યો છે. જે વિસ્તારોમાં વધારે વરસાદ વરસી ગયો છે. તે વિસ્તારોમાં ખેડૂતોની ખુશીની લાગણીઓ જોવા મળે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે ત્રણ એ જ આસપાસ વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી સચોટ આગાહીને કારણે લોકોને વરસાદ વરસવાની ખૂબ જ ખુશી મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી રહી છે. તેથી દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે અને ભાવનગરના શેત્રુંજી ડેમ ઓવરફલો થઇ ગયો છે.

સાથે-સાથે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પણ પાણી ઉંચી સપાટીએ જોવા મળ્યું છે. આમ ઘણા બધા વિસ્તારોમાં નદીની સાથે સાથે ડેમ પણ ઓવરફ્લો થવા લાગ્યા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું એવું રહ્યું હોવાની આશંકા કરવામાં આવી છે. ચોમાસાની સિઝન સારી ચાલી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here