હવામાન વિભાગના મનોરમાં મોહંતીએ આપી વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે તોફાની વરસાદની ત્રાટકવાની આગાહી..જાણો..!!

0
247

ગરમીના માહોલમાં અચાનક જ  મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઇ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગ ડારેક્ટર મનોરમાં મોહંતી દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને આગામી 5 દિવસ સામાન્યથી લઇને ભારે વરસાદ વરસશે તેનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે અરબી સમુદ્રમાં હવામાન સક્રિય થવાને કારણે દરિયો ગાંડોતુર જોવા મળી રહ્યો છે. હાલમાં પણ સુરતના દરિયા કિનારામાં અરબી સમુદ્રના કારણે સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં ખૂબ જ ઇચ્છા મોજા ઉછળી રહ્યા છે.

તેને કારણે હજુ આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકે તેવી શંકા કરવામાં આવી છે. અને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે ખેડૂતો હવે સારી એવી વાવણી કરી શકશે. અને  ગુજરાતનો દરિયા કિનારો ગાંડોતુર બન્યો છે તેને કારણે સુરત અને વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં મોટી ભરતી આવતા 10 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા છે.

વલસાડના દરિયા કિનારામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા છે અને સુરતના દરિયાકિનારે 8 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા છે તેને કારણે નારગોલ દરિયા કિનારે માછીવાડમાં પાણી પણ ઘુસી ગયા છે સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘટવાને કારણે લોકોની હાલાકીનો સામનો કરવો પડયો છે અને લોકોએ બીજા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડયુ છે.

આમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે હજુ પણ આગામી 5 દિવસથી સારો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને દરિયાના ઉંચા મોજા ઉછળતા પાણીમાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. તેથી દરિયામાં 8 થી 10 ફૂટના મોજા ઉછળી રહ્યા હોવાના દૃશ્યો સર્જાઈ રહ્યા છે.

આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્ય છે અને વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. તેમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તેમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. અને આગામી દિવસોમાં ખૂબ જ સારો વરસાદ વરસી શકશે. અને લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને ખેડૂતો પોતાના પાકની વાવણીને લઈને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે તેઓ પોતાની વાવણી સારી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here