હવે ઘરબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, જાણો શું છે વિધિગત પગલાઓ..!

0
189

કોરોનાની ટેસ્ટિંગ પર ICMRએ એક મોટો નિર્ણય લીધો છે. ICMRએ ઘરમાં કોરોનાનો ટેસ્ટ કરવા માટે એક રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા લોકોના નાક દ્વારા સેમ્પલ લઇ સંક્રમણની તપાસ કરી શકાશે. આના ઉપયોગને લઇ નવી એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.

મોબાઇલમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે : ICMR અનુસાર, આ હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે, એટલે કે એવા લોકો જે લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનારી કંપનીના મેન્યુઅલ રીતે થશે. તેના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપના માધ્યમથી પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.

  • આ રીતે કરી શકશો ટેસ્ટ
  • આ કિટ દ્વારા લોકોએ નોઝલ સ્વેબ લેવાનું રહેશે.
  • હોમ ટેસ્ટિંગ કરનારાઓએ ટેસ્ટ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી જ લેવાનો રહેશે જેના પર મોબાઇલ એપ ડાઉનલોડ છે.
  • મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઇ જશે.
  • આ ટેસ્ટ દ્વારા જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે. તેમને સંક્રમિત માનવામાં આવશે અને તેમને અન્ય કોઇ ટેસ્ટની જરૂર પડશે નહીં.
  • જે લોકો પોઝિટિવ આવશે, તેમણે હોમ આઇસોલેશનને લઇ ICMR અને હેલ્થ મિનિસ્ટ્ર્રીની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.
  • લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • દરેક રેપિડ એન્ટીજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે.
  • આવા લોકોએ RT-PCR ટેસ્ટને રિપોર્ટ આવવા સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે.
  • આ પ્રક્રિયામાં દર્દીની ગોપનીયતા રહેશે.

હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ દ્વારા પુણેની કંપની માઇ લેબ ડિસ્કવરી સોલ્યૂશન લિમિટેડને અધિકૃત કરવામાં આવી છે. ટેસ્ટિંગ કિટનું નામ COVISELF (Pathocatch) છે.

ICMR ઉપરાંત DGCIએ પણ હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના બજારમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જોકે આ ટેસ્ટિંગ કિટ તરત બજારમાં ઉપલબ્ધ થશે નહીં, તેને વ્યાપક રીતે ઉપલબ્ધ થવામાં હજુ સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની વચ્ચે હવે ઘરબેઠા કોરોના ટેસ્ટ કરી શકાશે. જેનાથી લોકોને સુવિધા રહેશે. ઘણીવાર એવું બનતું હતું કે ટેસ્ટમાં ખાસ્સો સમય લાગી જતો હતો, પણ હવે આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here