હવે ઘરે જ બનાવો સ્વાદ દાઢે લાગે તેવો નાયલોન પૌવા નો સ્વાદિષ્ટ તેમજ કુરકુરો ચેવડો,જાણો રેસીપી…

0
295

આજે જે વાનગી બનાવવા ની છે તે છે નાયલોન પૌવા નો ચેવડો. જેનો સ્વાદ દરેક વ્યક્તિ ને દાઢે લાગે તેવો હોય છે. આપણે તેમા સુકામેવા તેમજ મગફળી ના બી નાખીએ તો તે વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે ઘરે નાયલોન પૌવા નો ચેવડો બનવવા ની રીત વિશે માહિતી પ્રાપ્ત કરીશું.

ઉપયોગી ચીજ-વસ્તુઓ:

છ કપ પૌવા , અડધો કપ શેકેલ ચણા ની દાળ , અડધો કપ મગફળી ના બી , એક ચમચો સુકેલી દ્રાક્ષ , એક ચમચો કાજુ ના ફાડા , અડધો ચમચો ટોપરા ના ટુકડા , ત્રણ થી ચાર મીઠા લિમડા ની ડાળખી , ત્રણ સમારેલ લીલા મરચા , એક મોટો ચમચો તેલ , અડધી ચમચી હળદર , નમક સ્વાદ અનુસાર , થોડાક લીંબુ ના ફુલ , એક ચમચી દળેલ ખાંડ , અડધી ચમચી આખુ જીરુ , એક ચમચી તલ.

બનાવવા ની રીત:

સૌપ્રથમ આ નાયલોન પૌવા ને ગેસ પર કોઈ પાત્ર મા ધીમા તાપે થોડા શેકો. ઉનાળા ની ઋતુ મા આ પૌવા ને સુર્ય પ્રકાશ મા મુકવા થી તેને શેકવા ની જરૂર રહેતી નથી. અથવા તો તમે એને ઓવન મા પણ કડક કરી શકો છો. માત્ર બે થી ત્રણ જ મીનીટ મા આ પૌવા ક્રિસ્પી થઈ જશે.

હવે એક પાત્ર લો. આ પાત્ર મા તેલ ને ગરમ કરો. તેલ ગરમ થયા બાદ મગફળી ના બી ને તળી લેવા. આ તળવા ની વિધી ધીમા તાપે કરવાની છે. મગફળી ના બી ને બે થી ત્રણ મિનીટ બાદ બહાર કાઢી લો. અને ત્યાર બાદ શેકેલ ચણા ની દાળ ને તળવા ની છે. તેનો રંગ બદલાય અટલે તેને અન્ય એક પાત્ર મા કાઢી લેવી.

ઉપરાંત કાજુ ને પણ ધીમા તાપે તળવા. કાજુ નો રંગ બદલાય ત્યા સુધી તેને તળવા. હવે કિસમીસ ને પણ આ જ રીત થી તળી લો. તમામ ચીજ-વસ્તુઓ ને તળવા માટે જુદો-જુદો સમય લાગે છે. આમ કિસમીસ જ્યારે ફુલે ત્યારે તેને આમ તેમ ફેરવી ને પછી જ બહાર કાઢવી. તેનો રંગ ઘેરો ન થાય તેનો ખ્યાલ રાખવો. અને જો તે નરમ નહી રહે તો ચેવડૉ વધારે સમય સુધી કડક નહી રહે.

હવે સુકા ટોપરા ના કટકા ને તળવા ના છે. ટોપરુ અગાઉ જ સુકાયેલ હોવા ને લીધે તેનો રંગ ફરે અટલે તેને કાઢી લેવુ. હવે વધેલ તેલ મા લીલા મરચા ની કરેલ કટકી ને નાખો. આ મરચા ને પણ તળી લેવા. જ્યા સુધી તે કડક ન થાય ત્યા સુધી તળવા.

ત્યારબાદ તેમા મીઠો લીમડો ઉમેરવા. જેથી તે બન્ને સારી રીતે તળાય જશે. જ્યારે આ સામગ્રી બદામી કલર ની થાય અટલે સમજી જવુ કે હવે તે કુરકુરા થઈ ગયા છે. ગેસ ની આંચ ને ધીમી કરવી. હવે તેમા જીરૂ નાખી સારી રીતે મિક્સ કરવુ. પછી તેમા તલ ને ઉમેરી સારી રીતે હલાવવુ.

ત્યાર પછી લિંબુ ના ફુલ તેમજ હળદર ને તેમા ઉમેરવી. હવે આ તૈયાર થયેલ મિશ્રણ ને સારી રીતે હલાવવુ. ત્યારબાદ તેમા પૌવા , મગફળી ના બી , સુકામેવા કે જે આપણે અગાઉ તૈયાર કરેલ છે એ તેમા ઉમેરવા. અને તમામ વસ્તુઓ ને સારી રીતે ભેળવવી.

બધુ જ ભેળવ્યા બાદ વધેલ લાલ ચટણી , નમક અને દળેલ ખાંડ ને ભેળવવી. ધીમે ધીમે બધુ જ ભેળવો અને હવે આ તૈયાર થયેલ ચેવડા ને એક ચુસ્ત ડબ્બા મા ભરી લો.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here