હવે ક્યારે આવશે વરસાદ! હવામાન વિભાગે આપી મહત્વની અગાહીઓ.. જાણો વિગતે !

0
192

રાજ્યમાં ચોમાસુ ( monsoon ) શરૂ થતાની સાથે જ જાણે વિદાય લીધી  હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે ગુજરાત માટે આંશિક રાહતના (Relief News) સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી ( Rain) માહોલ સર્જાશે.

જેમાં,રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,ડાંગ , નર્મદા,તાપી,વલસાડ અને સુરતમાં હળવો વરસાદ( rain ) પડશે. ઉપરાંત આવતી કાલે અમદાવાદ સહિત આણંદ,દાહોદ,ખેડા અને મહિસાગર(Mahisagar) પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદની સંભાવના છે.

જ્યારે રવિવારે રાજ્યના નર્મદા, ડાંગ,ભરૂચ,તાપી અને સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે, ચાર દિવસ બાદ સૌરાષ્ટ્ર(Saurashtra) સહિત દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમદાવાદ (Ahmedabad)સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં જાણે ચોમાસાની(Monsoon) વિદાય જેવું વાતાવરણ સર્જાતા વાવણી કરી ચુકેલા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. કરાણ કે રાજ્યમા મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર હોય છે. ત્યારે વરસાદની આગમનથી જગતના તાતને(farmer)  જરુરથી રાહત મળશે.

વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વાપીમાં વરસાદને પગલે સવારે કામ-ધંધે જતાં લોકો છતરી-રેઇન કોટ સાથે નજરે પડ્યા હતા.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  11થી 13 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાપીમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વાપીમાં વરસાદને પગલે સવારે કામ-ધંધે જતાં લોકો છતરી-રેઇન કોટ સાથે નજરે પડ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 12 જુલાઈ પછી અતિભારે વરસાદ વરસી શકે છે.  ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા,  સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

12 જુલાઈએ રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં જામશે વરસાદી માહોલ. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે માત્ર 14 .64 ટકા વરસાદ વરસ્યો છે.

આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને જોતાં રાજકોટના કલેક્ટર દ્વારા 7થી 8 વિભાગોની બેઠક યોજવામાં આવી હતી.

ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી. ગુજરાતમાં ખરીફ વાવેતરના છેલ્લા ત્રણ વરસની સરેરાશમાં કુલ ૧૫,૮૮,૧૨૪ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાં આ વરસે અત્યાર સુધીમાં ૫,૨૩,૨૫૩ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ૧,૮૦,૬૮૩ હેક્ટરમાં અને  બીજા ક્રમે કપાસનું વાવેતર ૧,૨૮,૯૦૮ હેક્ટરમાં થયું છે.

વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ ૧૩ ટકા જેટલો જ છે.

ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here