હિમાચલ પ્રદેશમાં ફાટ્યુ વાદળ, મોટી તબાહી સર્જાઈ, લોકોએ બુમાબુમ બોલાવી…..

0
230

દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકત બનતી દેખાઈ રહી છે.

હિમાચલ પ્રેદશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં. અહીં ભાગસુનાગથી સામે આવેલા દ્રશ્યો હચમચાવી નાંખનારા છે જેમાં જોરદાર પાણીના પ્રવાહમાં ગાડીઓ પણ રમકડાની જેમ તણાતી જોવા મળી હતી.

હકીકતમાં વાદળ ફાટ્યા બાદ જ્યાં પાણીનો પ્રવાહ તેજ બન્યો ત્યારે બીજી બાજુથી તેની બાજુમાં જ વહેતા નાળામાંથી પણ પાણી સ્તરની ઉપર વહેવા લાગ્યું. ત્યાર બાદ તેની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં રમકડાની જેમ તણાઈ હતી. હાઇવે પણ તૂટી જવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડા દિવસોમાં ઘણાં રાજ્યોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે. જુઓ માંઝી નદીના આ દ્રશ્યો.

પહાડી રાજ્યોમાંથી નીચે આવીએ તો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જોકે વરસાદ ભારતના કેટલાય પરિવારો પર દુ:ખનો પહાડ બનીને તૂટયો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે અને અત્યાર સુધીમાં 75 લોકોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદને કારણે કેવા દ્રશ્યો સર્જાયા છે તે જુઓ.

PM મોદીએ કરી જાહેરાત : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત   થયા છે. પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે તથા સાથે સાથે વળતર આપવાનું એલાન કર્યું છે. પ્રાધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here