ભર ચોમાસામા વરસશે ગરમીના છાંટા, 90 વર્ષ પછી ગરમીએ તોડ્યો રેકોર્ડ… હીટવેવની શરૂઆત થઈ ગઈ.

0
139

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની માગ પણ વધી ગઈ છે. દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેના કારણે દિલ્લીમાં વીજળીની સર્વોચ્ચ માગ ગુરૂવારે સાત હજાર 26 મેગાવોટ સુધી પહોંચી હતી. આ માગ વર્ષ 2020 અને 2021ની તુલનામાં સૌથી વધુ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક તરફ ઉત્તર ભારતના સાત-આઠ રાજ્યોમાં ભારે હિટવેવ અનુભવાશે, ત્યારે બીજી તરફ ઘણાં રાજ્યોમાં વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં વાતાવરણ બદલ્યું હોવાથી તેની અસર હેઠળ પશ્વિમ બંગાળમાં આ સપ્તાહમાં વરસાદ થશે.

તે ઉપરાંત બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે. સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, અરૃણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ મેઘસવારી આવી પહોંચશે. હિમાલયન રેન્જમાં  આગામી પાંચ દિવસમાં ઠીક-ઠીક વરસાદ પડશે. જુલાઈના અંત સુધીમાં સરેરાશ વરસાદ સારો એવો પડી જશે એવી ધરપત પણ હવામાન વિભાગે બંધાવી હતી. દેશભરમાં જુલાઈ માસમાં ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડવાની ધારણા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here