હોળીકા દહનના પવિત્ર અગ્નિમાં આ વસ્તુઓ નાખવાથી પારિવારિક તેમજ આર્થીક રીતે થાય છે આવા ફાયદાઓ..જાણો આજે જ!!

0
347

હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. દેશભરમાં હોળીનો તહેવાર ખુબ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. હિન્દૂ ધર્મ અનુસાર આ પર્વ 2 દિવસ મનાવવામાં આવે છે. પહેલા હોળિકા દહન કરવામાં આવે છે. અને આગલા દિવસે રંગવાળા હોળી રમવામાં આવે છે.

હિન્દૂ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. હોળિકા દહનના દિવસે છોકરીની પૂજા કરી તેની પરિક્રમા કરવામાં આવે છે. જ્યોતિષના અનુસાર હોળિકા દહન સમયે કેટલીક એવી વસ્તુઓ નાખવાનું ચલણ છે. જેનાથી ઘરનું સંકટ દૂર થાય છે. અને પરિવારમાં ખુશાઓ આવે છે.

જ્યોતિષાચાર્ય પંડિત રજત શર્મા કહે છે કે હોળીના પાવન પર્વ પર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી તમારા જીવનમાં તમામ સંકટ દૂર થઇ જાય છે. કહેવામાં આવે છે કે હોળીના તહેવાર પર ભગવાન નરસિંહનું ધ્યાન કરવાથી ઉન્નતિના નવા માર્ગ બને છે. જ્યોતિષાચાર્ય અનુસાર એક માટીનો કળશ લો. તેમાં અગિયાર મિર્ચના દાણા નાખો. આ કલશને હોળીની પાવન અગ્નિમાં નાખીને હાથ જોડીને પ્રાર્થના કરો. આવું કરવાથી પરિવારના તમામ સંકટ દૂર થશે અને ઘરમાં ખુશીઓ આવશે.

નકારાત્મક શક્તિઓનો નાશ

હોળિકા દહનના આગલા દિવસે હોળિકા દહનની ભસ્મ પુરા ઘરમાં છાંટો અને પરિવારના તમામ સદસ્યોના માથા પર ભસ્મનો ટીકો લગાવો. આવું કરવાથી તમામ નકારાત્મક શક્તિઓ નાશ થઇ જશે. અને તમારી ઉન્નતીના માર્ગ પ્રશસ્ત થશે.

દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

જ્યોતિષાચાર્ય કહે છે કે જો કોઇ કન્યાને લગ્નમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અથવા કોઇ પણ મહિલા પોતાના પારિવારિક જીવનમાં ખુબ દુખી છે. તો એક ચુટકી સિંદુર લઇને હોળિકા દહનમાં નાખો. આ કામ કોઇને જણાવ્યા વિના કરવાનું છે. આવુ કરવાથી રોકાયેલા કામ બનશે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

મહાલક્ષ્મી મંત્રનો જાપ

सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायनी!
मंत्र मुर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते!!

મહાલક્ષ્મીના આ મંત્રનો જાપ કરતા હોળિકા દહનની પવિત્ર અગ્નિની 7 પરિક્રમા કરો. આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.

ધનની અછત દૂર થશે

જ્યોતિષાચાર્ય અનુસાર નાની હોળીના રાતે ગોબરના ઉપલા લો. તેને કોઇ રસ્સીથી બાંધીને પોતાના ઘરની બહાર લટકાવી દો. આવું કરવાથી ઘરની અંદર રહેલી તમામ નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જશે. અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થસે.

પૌરાણિક કથાઓ અનુસાર

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને હિરણ્યકશ્યપની હત્યા કરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી. ત્યારે તેમનો ક્રોધ શાંત કરવા માટે ભક્ત પ્રહલાદે સરસોના તેલનો દીપક પ્રજવલ્લિત કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે હોળિકા દહનની રાતે તે પોતાના ઘરમાં સરસોનું તેલનો જે મુખી દીપક પ્રજવલ્લિત કરવાથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે. જેનાથી ઉન્નતિના અવસર પ્રાપ્ત થાય છે.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here