આજના સમયમાં લોકો અનેક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. બધા લોકોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સારી ન હોય તેને કારણે લોકો પોતાની બીમારીઓની સારવાર સારી એવી હોસ્પિટલોમાં કે દવાખાનામાં કરાવી શકતા નથી. અને હોસ્પિટલ કે દવાખાનામાં જ્યારે ડોક્ટરો પોતાના દર્દીઓની સારવાર ન કરી શકતા નથી.
ત્યારે તે દર્દીઓની હાલત વધારે બગડી થઇ જાય છે. પરિવારના લોકો ખુબ જ નિરાશ પામેં છે. પોતાના પરિવારના સભ્યોને સારવાર ન મળતા લોકોમાં રોષ જોવા મળે છે. આવી જ એક રુવાડા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં એક યુવક સાથે આ ઘટના બની હતી.
રખિયાલ વિસ્તારમાં નારાયણી હોસ્પિટલમાં એક યુવક સાથે ખૂબ જ ગંભીર ઘટના બની હતી. નારાયણી હોસ્પિટલમાં મુકેશભાઈ નામના યુવકની સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. મુકેશભાઈને તેમની તબિયત લથડતા તેમને તરત જ તેમના પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મુકેશભાઈ પોતાના પરિવારમાં પોતે જ કમાવનાર હતા અને આખા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મુકેશભાઈને સામાન્ય ડોકટર પાસે ઈલાજ કરાવ્યો હતો. પરંતુ ત્યાં તેમની તબિયત સારી ન થતાં તેઓ નારાયણી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની સારવાર અગાઉ પણ ચાલી હતી. પરંતુ નારાયણ હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને તબિયત વધારે અસર થઇ ગઇ હતી.
અને તેને કારણે તેઓને તે સમયે શ્વાસ લેવામાં તકલીફ વધુ પડી હતી. તેઓ શ્વાસ પણ લઈ શકતા ન હતા. એટલા માટે હોસ્પિટલના હાજર સ્ટાફને પરિવારના લોકોએ સારવાર ચાલુ કરવા માટે કહી રહ્યા હતા પરંતુ ડોક્ટરો અને સ્ટાફના લોકો ધ્યાનમાં લીધા વગર પોતાનું કામ કરી રહ્યા હતા. અને મુકેશભાઈ બૂમાબૂમ કરી રહ્યા હતા.
એને શ્વાસ ન લેવાવાને કારણે તેઓ તડપી રહ્યા હતા. તેઓ બોલતા હતા, હું શ્વાસ લઈ શકતો નથી. મારો ઈલાજ કરો કહીને મુકેશભાઈ થોડા સમય પછી ધીમેથી એકાએક ઢળી પડયા હતા. ત્યારે પરિવારના લોકો બુમા બુમો કરવા લાગ્યા પછી અચાનક જ ડોક્ટરો દોડી આવ્યા હતા. અને સીપીઆર આપતા હતા.
પરંતુ મુકેશભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. અને મુકેશભાઈના સંબંધી સુરેશભાઈએ જણાવ્યું હતું કે મારા મામા ઘરમાં એક જ કમાવનાર હતા. હવે પરિવારનો આધાર સ્થંભ વિખાય ગયો છે તેમ કહીને તેઓ રડતા-રડતા ઢળી પડયા હતા. અને પરિવારના લોકોએ આ હોસ્પિટલને સારવાર ન કરી તે માટે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ હોસ્પિટલમાં તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!