ગુજરાતમાં હાલમાં ઘણા દિવસથી વિદ્યાર્થી ઉંમરના યુવક-યુવતીઓ પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. અને પોતાના પાછળની જિંદગીનું વિચારીને ચિંતામાંને ચિંતામાં પોતાના અત્યારના ભણતર અને પરિવારના લોકોના મેળા-ટોણાને કારણે તેઓ પોતાની જિંદગીથી કંટાળીને આવા ખરાબ પગલાં ભરી રહ્યા છે.
તેમ જ માતા-પિતાના સપના પુરા કરવા માટે યુવક-યુવતીઓ ભણતર ભણીને પોતાના પરિવારને તેઓ મદદરૂપ બનશે તેવી આશા રાખીને ખૂબ જ સારો અભ્યાસ કરી રહ્યા હોય છે. પરંતુ પોતાના ભવિષ્યના ટેન્શનને કારણે તેઓ અત્યારના ભણતરની છોડી દે છે. અને વિદ્યાર્થી ઉમરમાં બાળકોને કોઈ ચિંતાને કારણે છેલ્લે પોતાની જિંદગી ટૂંકાવી દેવાની પગલું ભરી લે છે.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યાના કેસ સામે આવ્યા છે. અને હાલમાં તો આવી એક ગંભીર આપઘાતની ઘટના જોવા મળી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લાના શાપર પાસે ભવાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં આપઘાતની ઘટના બની હતી.
આ નર્સિંગ કોલેજમાં એક યુવતી સાથે આ ઘટના બની હતી. આ કોલેજમાં મેંદરડાના અણીયારા ગામમાં રહેતી સ્વાતિ પાઘડાર અભ્યાસ કરી રહી હતી. ભવાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા માટે ઘરથી દૂર એ હોસ્ટેલમાં રહેતી હતી. નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તેની ઉંમર 20 વર્ષની હતી.
અને હોસ્ટેલના નિયમો પ્રમાણે દર રવિવારે 4 વાગે પોતાના પરિવાર સાથે અડધો કલાક પોતાના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવતી હતી. તે સમયે સ્વાતિએ તેના પરિવારને સાથે અડધો કલાક વાતો કરી હતી. સ્વાતિએ એ દિવસે તેના માતા-પિતા અને કાકા-કાકી સહિત પરિવારના બધા જ લોકો સાથે વાતચીત કરી હતી. પરિવાર સાથેની વાત પૂર્ણ કરીને તે પોતાની હોસ્ટેલના રૂમમાં જતી રહી હતી.
અને રૂમમાં જઈને દરવાજો અંદર થી બંધ કરીને તરત જ તેણે પંખા સાથે પોતાનો દુપ્પટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ગળાફાંસો લગાવીને આપઘાત કર્યા બાદ તેની સાથે રહેતી એક વિદ્યાર્થી પોતાની ચાવી વડે રૂમનો દરવાજો ખોલીને જોયું તો સ્વાતી પોતાના દુપટ્ટાથી લટકી રહી હતી. પંખાના હૂક સાથે તેણે પોતાના દુપટ્ટો બાંધી દીધો હતો. અને તેની મિત્ર ત્યાંને ત્યાં જ ઢળી પડી હતી.
અને તરત જ તેને હોટેલના સ્ટાફે હાજર થઇ ગયા હતા. અને સાપર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને સ્વાતિના પરિવારના લોકોને પણ સાથેની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના લોકો ચિંતામાં હતા. કે તેની દીકરીને કઈ વાતથી કંટાળીને આવું પગલું ભર્યું હશે. કારણ કે તેના પરિવાર સાથે તેણે ખૂબ જ સારી રીતે વાત કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
અને બાળકો આવા ખોટા પગલાં ભરીને પોતાના પરિવારને પણ સંકટમાં મૂકી દે છે. તેઓ પોતાની અભ્યાસની જિંદગીથી કંટાળીને આવા પગલાં ફરી લે છે. અને અન્ય સમાજને કારણે તેઓ પોતાની જિંદગીનો ફેસલો કરી શકતા નથી. તેને કારણે કોઈને પણ પોતાનો નિર્ણય બતાવ્યા વગર આવા જાતના પગલાં ભરી લે છે. અને પોતાના પરિવારના લોકોની લાગણીથી દુર જતા રહે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!