મિત્રો, હાલ લોકો વહેલી સવારે સૂપ પીવાનુ પસંદ કરે છે. સૂપ એ સ્વાસ્થ્ય માટે એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામા આવે છે. અમુક લોકો બહાર જઇને સૂપનુ સેવન કરે છે તો અમુક લોકો તેને ઘરે બનાવીને પીવાનું પસંદ કરે છે. એવામા જો તમે તમારા ઘરે જ સ્વાદિષ્ટ સૂપ બનાવીને તેનુ સેવન કરવા માંગો છો, તો આ ટિપ્સ અનુસરી તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો.
- જો તમે સૂપ બનાવતા સમયે એક મોટી ચમચી ક્રીમ તેમા મિક્સ કરો તો તેનાથી સૂપનો સ્વાદ વધી જશે અને તમારો સૂપ ઘટ્ટ બનશે.
- જો તમે સૂપમા સાદુ દૂધ અથવા તો કોકોનટ મિલ્ક ઉમેરો તો તેનાથી સૂપના સ્વાદમા બે ગણો વધારો થઇ જશે.
- જો સૂપ પાતળુ છે અને ઘટ્ટ બનાવવા ઈચ્છતા હોવ તો દહીં કે યોગર્ટનો પણ ઉપયોગ કરી શકો છો.
- આ સિવાય જો તમે ઈચ્છો તો સૂપમા મેંદો મિક્સ કરી તેના સ્વાદમા વધારો કરી શકો.
- આ ઉપરાંત જો તમે એક ચમચી કોર્ન ફ્લોરને બે ચમચી પાણીમા ઉમેરીને મિશ્રણ તૈયાર કરી તેને સૂપ બનાવતા સમયે થોડુ ઉમેરવામા આવે તો સૂપ સ્વાદિષ્ટ બનશે.
- જો તમે ઈચ્છો તો કોબીજને ગ્રાઇન્ડરમા ક્રશ કરીને તેમા મિક્સ કરો તો પણ તેનો સ્વાદ વધી શકે છે.
- જો તમે ખસખસની પેસ્ટ બનાવી તેને સૂપમા ઉમેરો તો તેનાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.
- જો તમે કાજૂની પેસ્ટ બનાવીને તેને સૂપમા ઉમેરો તો પણ સ્વાદમા વધારો થઇ શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!