વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. : દીવનો દરિયા ગાંડોતૂર બન્યો તૌકતે વાવાઝોડાના પગલે દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કિનારે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠા પર જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
બાંદ્રા વર્લી સી લિકં બંધ કરાયો તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈનો બાંદ્રા વર્લી સી લિંક બંધ કરવામાં આવ્યો છે. હાલ દરમિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમરેલીના પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 10 નંબરનું સિગ્નલ અત્યંત ભયંકર પરિસ્થિતિ સૂચવે છે. અમરેલી જિલ્લાનો દરિયા કિનારો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુકાવાની ભીતિ ભાવનગર જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુંકાવાની ભીતિ છે. પોરબંદર-મહુવાના દરિયામાંથી વાવાઝોડુ સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં પસાર થાય તેવી શકયતા છે. દરિયા કિનારના ગામોમાંથી ૪ હજાર લોકોનુ સ્થળાંતર કરાયું છે. જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવના છે.
વાવાઝોડું ગુજરાતથી કેટલા કિમી દૂર ? તૌકતે વાવાઝોડું ગુજરાતથી 350 કિમી, દીવથી 260 કિમી, મુંબઈથી 170 કિમી દૂર છે. છેલ્લા છ કલાકથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તૌક્તેએ દિશા બદલી અને થોડું જમણી બાજુ ફંટાયું છે. ગજરાત પર ટકરાશે ત્યારે વેરિ સિવીયર સાઈક્લોનિક સ્ટ્રોમ હશે.
ગુજરાત પર તૌકતે નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો થયો છે. વાવાઝોડુ ગુજરાતથી 480 કિલોમીટર દૂર છે. સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!