સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાની શાહી હજુ સુકાઈ નથી.. એવામાં વધુ એક કિસ્સો ગાંધીનગરના માણસા તાલુકામાંથી સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. કારણકે સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું…
આ ઘટનાના પડઘા દૂર દૂર સુધી પડ્યા હતા. છતાં પણ ગાંધીનગરમાં એક તરફા પ્રેમીએ ફરી એકવાર દીકરીનો જીવ લેવાની કોશિશ કરી છે. ગાંધીનગરના લીંબોદર ગામમાં દિકરીનો પરિવાર રહે છે. દીકરી પોતે ધોરણ 12 માં અભ્યાસ કરે છે. તે પરીક્ષા આપવા માટે શાળાએ ગઈ હતી…
એ સમયે તેના ગામમાં રહેતો એક વ્યક્તિ કે જેનું નામ સંજય ઠાકોર છે. તેણે આ યુવતી પાસે જઈને કહ્યું હતું કે તને તારા કાકા બોલાવે છે તું જલ્દી મારી સાથે ચાલ.. આવી વાતો કહીને તેણે યુવતીને પોતાની બાઈક પર બેસાડીને ગામ નજીકની અમરાપુર નદીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે થોડી વાતચીત કરી હતી…
અને ત્યારબાદ તેની સાથે બળજબરી શરૂ કરી દીધી હતી. દીકરી આ બાબતનો વિરોધ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને ત્યારબાદ સંજય ઠાકોર ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. માથાફરેલ સંજય ખીચામાંથી ધારદાર ચક્કુ કાઢ્યું હતું. અને દીકરીના ગળાના ભાગે ઘા મારી ને ગળું કાપી નાખ્યું હતું.
આ ઘટના બનતાની સાથે જ દીકરી લોહીલુહાણ થઇને ત્યાં જ ઢળી પડી હતી. તેમજ તરફડીયા મારવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને આરોપી હથિયારો સંજય ત્યાંથી ભાગી ગયો હતો. દીકરી બૂમ પાડીને કોઈને મદદ માટે બોલાવી શકે તે હાલતમાં નહોતી છતાં પણ તે નદીની કોતરોમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી..
એ સમય દરમિયાન આસપાસના લોકોએ આ દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. અને તરત જ તેઓએ દીકરીના કાકા ને બોલાવ્યા હતા. અને ત્યારબાદ ૧૦૮ને બોલાવી ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના બનતાની સાથે જ પોલીસ ના મોટા મોટા અધિકારીઓ મોટા કાફલા સાથે ત્યાં દોડી આવ્યા હતા.
આ દીકરી ની હાલત હાલ હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં બનેલા હત્યા કેસ બાદ અન્ય કોઈ નરાધમ યુવકો આ પ્રકારનો ખૂની ખેલ ન ખેલે એટલા માટે પોલીસ તંત્ર નક્કર પગલાં લઇ રહ્યું છે. છતાં પણ આવા નરાધમ યુવકો ની હિમ્મત ખૂટતી નથી. અને તેઓ મનફાવે તેમ વર્તન કરતાં હોય છે..
પોલીસે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું છે કે સંજય ઠાકોર ની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો. આ બનાવ ભાગ પોલીસે સંજય ઠાકોર ના ઘરે જઈને સંજય ઠાકોર ની ધરપકડ કરી લીધી છે. હાલની પૂછતા જ કરી રહ્યા છે અને તેની સાથે નો યુવક કોણ હતો તેની ઓળખ મેળવી રહી છે…
નદીના કોતરોમાં આ બનાવ બન્યો હતો. ત્યાંથી દીકરીનો સ્કૂલ ડ્રેસ પણ મળી આવ્યો છે. આ ઘટના પાછળ ખૂબ મોટું રહસ્ય હોવાનું મનાય છે. હજુ સુધી પણ આ મામલે કોઇ સત્તાવાર કારણ જાહેર થયું નથી. પરંતુ આ બનતાની સાથે જ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!