ભારતીય અને ચીની આર્મી વચ્ચે ફરી ઝપાઝપીમાં ચીનના 20 સૈનિકો અને ભારતના 4 સૈનિકો ઘાયલ, સિક્કિમમાં ભારતીય સૈનિકોએ રોક્યા પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ફરી તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે.
માનવામાં આવે છે કે ત્રણ દિવસ પહેલાં સિક્કિમના કૂલામાં ચીની સેનાએ LACની હાલની સ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના અમુક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા હતા. ભારતીય સેના તરફથી સોમવારે આ ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનના સૈનિકોએ LAC ક્રોસ કરવાનો પ્રયક્ન કર્યો હતો.
સેનાએ કહ્યું કે, 20 જાન્યુઆરીએ LAC પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારપછી લોકલ કમાન્ડર સ્તર પર તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ભારતના 4 અને ચીનના 20 જવાનો ઘાયલ થયા છે. જોકે હાલ સ્થિતિ તણાવપૂર્ણ છતાં સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ભારતીય ક્ષેત્રની સાથે સાથે દરેક પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છતાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
17 દિવસ પહેલાં પણ ઘુસણખોરી થઈ હતી 8 જાન્યુઆરીએ ચીનના એક સૈનિકની ભારતની સીમામાં ઘુસણખોરી સમયે ધરપકડ કરવામાં આવી હતી. ઘટના પૂર્વી લદ્દાખના પેગોન્ગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારની હતી. ભારતે 2 દિવસ પછી તેમના સૈનિકને પરત કર્યો હતો.
ચીને સફાઈ આપી હતી કે, તેમનો સૈનિક ભૂલથી ભારતીય સીમામાં ઘુસી ગયો હતો. આ પહેલાં ઓક્ટોબરમાં પણ ચીનના સૈનિકે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. ઓક્ટોબરમાં ડેમચોક સેક્ટરમાં એક ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે તેને ચુશુલ-મોલ્ડો મીટિંગમાં ચીની ઓફિસર્સને સોંપી દેવામાં આવ્યો હતો. તે બે દિવસ ભારતીય સેનાની અટકાયતમાં રહ્યો હતો.
બંને દેશો વચ્ચે 15 કલાક બેઠક ચાલી ચીન એક બાજુ આર્મી અને ડિપ્લોમેટિક લેવલ પર વાતચીત કરી રહ્યું છે. બીજી બાજુ સતત ઘુસણખોરીનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસવાનો પ્રયત્ન કરતાં હાલ અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વી લદાખના મોલ્ડોમાં ભારત અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે 9મા તબક્કાની બેઠક થઈ હતી.
અંદાજે 15 કલાક બેઠક ચાલી હતી અને તેમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. આ બેઠકમાં ભારતે LAC પર તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ગયા વર્ષે જૂનમાં થઈ હતી હિંસક ઝપાઝપી ભારત-ચીન વચ્ચે ગયા વર્ષે એપ્રિલથી તણાવ ચાલી રહ્યો છે. જૂન 2020માં ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40થી વધારે સૈનિકોના મોત થયા હતા.જોકે ચીને આ વાત ક્યારેય સ્વીકારી નથી.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!