ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ: જાણી લો ચેનલ,સમય ખેલાડી વિશે ની આ વાત….

0
247

ઈંગ્લેન્ડનું સાઉથમ્પ્ટન શહેર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું આયોજન કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ આ મહા મુકાબલા માટે તૈયાર થઈ ગઈ છે.

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ  (World Test Championship) ની ફાઇનલ મેચ રમાશે. આ મુકાબલો બપોરે 3 કલાકથી સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર રમાશે. કોહલીની સેના આ મેચમાં ઈંગ્લેન્ડમાં પોતાના જૂના અનુભવ સાથે ઉતરશે. તો તમને જણાવી દઈએ કે આ મેચનું લાઇવ પ્રસારણ કઈ ચેનલ પર થશે.

ક્યા રમાશે મેચ:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચ સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાનમાં રમાશે.

ક્યારે શરૂ થશે મેચ:ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ટોસ થશે અને મેચ 3.30 કલાકે શરૂ થશે.

કઈ ચેનલ પર થશે લાઇવ પ્રસારણ:આ મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર થશે. તમે સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકશો.

Online streaming:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મુકાબલો ટીવી સિવાય તમે ઓનલાઇન Hotstar પર જોઈ શકશો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 59 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 12 મેચમાં વિજય મેળવ્યો છે. ભારતે કીવી ટીમ વિરુદ્ધ 16 મેચ પોતાના ઘરઆંગણે જીતી છે. ન્યૂઝીલેન્ડમાં ભારતે 25 મેચ જીતી છે, જેમાં 10 હાર અને 5માં જીત મળી છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી તટસ્થ સ્થળ પર કોઈ ટેસ્ટ મેચ રમાઈ નથી.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોલ્ટિંગ, એઝાજ પટેલ, કાઇલ જેમિન્સન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને નીલ વેગનર.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here