1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનો સ્તર વધ્યો
ચમોલીના તપોવન વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં તૂટીને પડી ગયો.
એને લીધે નદીનો જળસ્તર વધી ગયો. અહીં નદી રૈણી ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે માટે એનો જળસ્તર પણ વધી ગયો.
નદીઓના કિનારે વસેલાં ઘર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. ત્યાર બાદ આજુબાજુનાં ગામોને ખાલી કરવામાં આવ્યાં.
2. ઋષિગંગા અને NTPC પ્રોજેક્ટને નુકસાન
ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે.
આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે.
અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો બ્રિજ પણ તૂટી ગયો છે.
અહીં બચાવ ટીમ પહોંચી છે. ઋષિગંગાનું પાણી જ્યાં ધૌલીગંગામાં મળે છે, ત્યાં પણ જળસ્તર વધી ગયો.
પાણી NTPC પ્રોજેક્ટમાં ઘૂસી ગયું.
એને લીધે ગામને જોડતા બે ઝૂલા બ્રિજ પણ વહી ગયો. NTPC પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયાના સમાચાર છે.
3. અત્યારસુધી 10 મૃતદેહ મળી આવ્યા
અત્યારસુધી 10 મૃતદેહ મળી આવ્યા છે.
NTPCની સુરંગથી 16 શ્રમિકોને બચાવવામાં આવ્યા છે.
રેસ્ક્યૂ ટીમે સતત ઓપરેશન ચલાવી રહ્યા છે.
4. રેસ્ક્યૂમાં આર્મી અને એરફોર્સ જોડાયા
SDRF, NDRF, ITBP ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે.
આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યાં છે.
વાયુસેનાએ કહ્યું હતું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે.
5. શું હજુ પણ જોખમ છે?
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીના સ્તર ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ગંગાકિનારે વસેલાં શહેરોમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બિજનોર, કન્નોજ,ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર,ગાજીપુર અને વારાણસી જેવા અનેક જિલ્લામાં અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.
અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલઃ ત્રિવેન્દ્ર રાવત
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રજાને અપીલ કરી છે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે.
સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 જાહેર કર્યા છે.
સરકારે અપીલ કરી છે કે આ ઘટના અંગે જૂના વીડિયો સર્ક્યુલેટ કરી અફવા ન ફેલાવવા અપીલ કરી છે.
હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે અને માટે ત્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!