જાણી લો! પૂર્વ વડાપ્રધાન મનોમોહન સિંહની ભવિષ્યવાણી , જે અત્યારથી જ સાચી પડી રહી છે…

0
144

દેશના પૂર્વ વડાપ્રધાન અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહે પોતાના એક નિવેદનથી હડકંપ મચાવી દીધો છે. તેમેને જણાવ્યું હતું કે સરકારને અર્થવ્યવસ્થા અંગે સરકારને અમુક જવાબદારીઓને ઉપાડવાની જરૂર છે.

શું છે ભવિષ્યવાણી : તેઓએ દેશમા આર્થિક ઉદારીકરણનો પાયો નાખ્યો હતો. ડો.મનમોહન સિંહે પોતાના સુરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે 1991માં જે હાલત દેશની અર્થવ્યવસ્થાની હતી એના કરતા ખરાબ હાલત આવનારા સમય થશે. જે માટે સરકારએ કેટલીક જવાબદારી ઉઠાવાની ખાસ જરૂર છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે અત્યારનો સમય દેશમાટે ખુશી અને આંનદ માનવાનો સમય નથી. એક રાષ્ટ્ર તરીકેની આપણી પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઈ શકે.

1991માં નરસિંમ્હા રાવની સરકારમાં નાણામંત્રી હતા મનમોહન :  ડો. મનમોહન સિંહ, જે 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા, 1991માં નરસિંમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણામંત્રી હતા અને 24 જુલાઈ 1991ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ વખતે દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. આ ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરાં થવા પ્રસંગે મનમોહન સિંહે શુક્રવારે ઘણા મુદ્દાઓ પર પોતાનાં મંતવ્યો જણાવ્યા હતા.

સુધારાને મહત્ત્વપૂર્ણ ગણાવતા કોંગ્રેસનાં વખાણ કર્યાં : 30 વર્ષ પહેલાં કોંગ્રેસે ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા. પાર્ટીએ દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું અને આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે.

સિંહે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મેં કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે મળીને સુધારાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી. તે મને ખૂબ આનંદ અને ગર્વ આપે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશની જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 30 કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા અને કરોડો નવી નોકરીઓનું નિર્માણ થયું હતું.

કોરોનાએ જિંદગીઓ અને રોજગાર છીનવી લીધાં :  મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલો વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું. આરોગ્ય અને શિક્ષણનાં સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયાં છે અને આ આપણી આર્થિક પ્રગતિની ગતિની સાથે જઈ શક્યા નથી. આટલી બધી જિંદગી અને નોકરીઓ ગુમાવી છે, એવું ન થવું જોઈતું હતું.

સરકારને સંકેતમાં જવાબદારી જણાવી : પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે 1991માં મેં નાણામંત્રી તરીકે વિક્ટર હ્યુગો (ફ્રેન્ચ કવિ)ના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે ‘પૃથ્વી પરની કોઈ શક્તિ એ વિચાર રોકી શકતી નથી, જેનો સમય આવી ગયો છે.’

30 વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે આપણે રોબર્ટ ફ્રોસ્ટ (અમેરિકન કવિ)ની એ કવિતાને યાદ રાખવી જોઈએ કે આપણે આપેલાં વચનો પૂરાં કર્યા પછી અને માઇલની યાત્રા કર્યા પછી જ આરામ કરવો પડશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here