જાણો ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી તેની પૌરાણિક કથા

0
248

જયારે પણ આપણે કઈ વિચારીએ ત્યારે આપણા મનમાં અલગ અલગ પ્રકારના વિચાર આવવા લાગે છે. એવામાં જો વાત કરીએ દેવતાઓની ત્યારે આપણને એ વિચાર જરૂર આવે છે કે આખરે તેમની ઉત્પત્તિ કેવી રીતે થઇ હશે. તો આજે અમે જણાવીશું ભગવાન શિવ ક્યાંથી આવ્યા, તેમની ઉત્પત્તિ કેવી રીતે થઇ..

શ્રીમદ ભગવદ્ અનુસાર શિવના જન્મની કથા :- જયારે એકવાર બ્રહ્મા અને વિષ્ણુ ને અહંકાર થયો કે એ બંને માંથી શ્રેષ્ઠ કોણ ત્યારે ભગવાન શિવ એક વિશાલ જ્યોતના સ્વરૂપમાં તેની સામે પ્રગટ થયા, એ જ્યોત ખુબજ વિશાલ હતી તેનો કોઈ અંત ના હતો. ભગવાન શિવે જ્યોતિ સ્વરૂપે તેમની સામે એક શરત રાખી કે જે પણ મારો છેડો પહેલા શોધી લાવશે એ સૌથી શ્રેષ્ઠ.

ભગવાન શિવની આ વાત સાંભળી બંને તરત જ તેની શોધમાં નીકળી પડ્યા પરંતુ ખુબજ ચાલવા છતાં છેડો ના આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સમજી ગયા કે આ કોઈ સાધારણ જ્યોત નથી પરંતુ ભગવાનની માયા છે. તેથી તેણે હાર માની લીધી અને પરત ફર્યા અને બ્રહ્મા અહંકારમાં આવી ગયા અને જ્યોત પાસે આવી ને બોલ્યા મને છેડો મળી ગયો. ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને બ્રહ્માજી નું જૂઠ જણાવ્યું અને તેનો અહંકાર ચુર કરી નાખ્યો.

વિષ્ણુ પુરણ અનુસાર :- ભગવાન શિવ નો જન્મ વિષ્ણુના માથાના તેજ પર થી થયો હતો. અને બ્રહ્મા વિષ્ણુની નાભી માંથી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનો જન્મ વિશ્નુંમાં માથા પરથી થયો હોવાથી તેઓ હંમેશા યોગ મુદ્રામાં હોય છે. ભગવાન શિવના જન્મની અન્ય કથા અનુસાર ભગવાન શિવના બાળ રૂપનું વર્ણન કરવામાં આવેલ છે, આ કથામાં ભગવાન શિવના બાળ રૂપની એક માત્ર વાર્તા છે. તેના મુજબ બ્રહ્માને એક બાળકની જરૂર હતી.

તેથી તેણે તેના માટે તપસ્યા કરી. ત્યારે અચાનક તેના ખોળામાં બાળક શિવ પ્રગટ થયા. બ્રહ્માએ તેને રડવાનું કારણ પૂછ્યું તો તેને ખુબજ માસુમિયત થી જવાબ આપ્યો કે તેનું નામ નથી તેથી તે રડે છે. ત્યારે બ્રહ્મા એ તેનું નામ રુદ્ર રાખ્યું. જેનો અર્થ રોવાવાલો એવું થતું હતું. શિવ તો પણ ચુપ ન થયા, ત્યારે બ્રહ્માએ તેને બીજું નામ આપ્યું પરંતુ એ નામ પણ તેને પસંદ ના આવ્યું અને તે ફરી રડવા લાગ્યા. આવી રીતે શિવે તેને ચુપ કરાવવા માટે આવી રીતે ૮ નામ આપ્યા અને તેથી શિવ ૮ નામ થી ઓળખાયા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here