ભારત દર વર્ષે લગભગ 940 કરોડની હીંગની આયાત કરે છે. ભારત વાર્ષિક આશરે 1,540 ટન કાચી હીંગની આયાત કરે છે. હિંગ (Asafetida) માટે ભારત વિશ્વના બીજા દેશો પર નિર્ભર છે. સમગ્ર વિશ્વમાં હિંગના અંદાજે 130 પ્રકાર છે. તેમાંના કેટલાક પ્રકાર આપણા દેશમાં પંજાબ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.
પરંતુ તેનો મુખ્ય પ્રકાર ફેરુલા ઍસાફોઇટીડાનું ભારતમાં ઉત્પાદન થતું નથી. જેના કારણે, આ હિંગ અફઘાનિસ્તાન, ઈરાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ખાસ કરીને અફઘાનિસ્તાનથી આવતી હિંગની માર્કેટમાં સૌથી વધુ માગ છે.

એક એહવાલના અંદાજ મુજબ, ભારત દર વર્ષે લગભગ 940 કરોડની હીંગની આયાત કરે છે. ભારત વાર્ષિક આશરે 1,540 ટન કાચી હીંગની આયાત કરે છે. મહત્વનું છે કે, ગયા વર્ષથી દેશમાં હિંગની ખેતી કરવાની શરુઆત થઈ હતી. હિમાલય (Himalaya) પર્વતોમાં આવેલા એક છોડમાંથી મળી આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયરોસોર્સ, પાલમપુર (IHBT) ના સહયોગથી સીએસઆઈઆરએ ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં હિંગના વાવેતર માટે પહેલ કરી હતી. આ મિશન અંતર્ગત દેશના હિમાલય ક્ષેત્રમાં તેની ખેતી શરૂ કરવામાં આવી છે. જો ભારતમાં હિંગની ખેતીને સફળતા મળે તો હિંગની આયાતમાં ઘટાડો થશે અને તેની કિંમત પણ ઓછી થશે.
હિંગના વાવેતર અને બીજ રોપ્યાં બાદ ચારથી પાંચ વર્ષ બાદ ઊપજ લઈ શકાય છે. એક વાર મૂળમાંથી રસ કાઢવામાં આવે પછી હિંગ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. એક છોડમાંથી અંદાજે 500 ગ્રામ જેટલી હિંગ નીકળે છે. તેમાં અંદાજે ચાર વર્ષ લાગે છે. આથી હિંગની કિંમત આટલી વધુ હોય છે. સાથે જ હિંગ કેવી રીતે ઉગાડવામાં આવે છે, તેના પર પણ ભાવ નિર્ભરતા રાખે છે.
આરોગ્ય માટે હિંગના ફાયદા : 1. તે પાચન માટે શ્રેષ્ઠ છે. હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે અપચો અને ગેસની સમસ્યાથી છુટકારો અપાવે છે. 2. હિંગથી પેટના દુખાવામાં પણ રાહત મળે છે.
3. હિંગમાં કૉમેરિન નામનું તત્વ છે, જેનાથી બ્લડપ્રેશરને કાબુ કરવામાં મદદ મળે છે. 4. હિંગમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોવાથી તેનાથી તમને શ્વાસ સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. 5. દાંતમાં કેવિટી થવા પર પણ તમારા માટે હિંગ કામની વસ્તુ સાબિત થઈ શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!