હિંદુ પંચગની અનુસાર મહા પૂર્ણિમા ના દિવસે જ સંત રવિદાસજીની જયંતી મનાવવામાં આવે છે. સંત રવિદાસજીની ગણતરી મહાન તેમજ પરમ જ્ઞાની સંતોમાં આવે છે. સંત રવિદાસ સરળ હૃદયના હતા જે હંમેશા લોકોની સેવામાં લાગી રહેતા હતા.
સંત રવિદાસ દુનિયાના આડંબરથી લોકોને દુર રાખતા હતા તેમજ હંમેશા હ્રદયની પવિત્રતા પર જોર આપતા રહેતા હતા. એના ઉપદેશોમાં પણ મનની શુદ્ધતા પર બળ આપવામાં આવે છે. આ વિશે એની એક કહેવત છે –“ જો મન ચંગા તો કઠોતી માં ગંગા” ઘણી પ્રચલિત છે.
આ કહેવતથી સંબંધિત એક કહાની પણ ઘણી પ્રચલિત છે, એક વાર એક મહિલા સંત રવિદાસની પાસેથી જઈ રહી હતી. એ સમયે સંત રવિદાસ લોકોના બુટ સીવતા ભગવાનના ભજન કરવામાં વ્યસ્ત હતા. ત્યારે તે મહિલા એની પાસે પહોંચી અને સંત રવિદાસને ગંગામાં ન્હાવાની સલાહ આપી. એના પછી સંત રવિદાસ જે મસ્તમૌલા સંત હતા એમણે કહ્યું કે જો મન ચંગા તો કઠોતી માં ગંગા. જેનો અર્થ થયો જે તમારું મન પવિત્ર છે તો આ ગંગા છે.
આના પર મહિલાએ સંત ને કહ્યું કે તમારી કઠોતી માં ગંગા છે તો મારી ઝૂલની ગંગામાં પડી ગઈ હતી. તો તમે મારી ઝૂલની શોધી આપો. આ વાતને સાંભળીને સંત રવિદાસ એ એમના ચામડા પલાળીને કઠોતીમાં હાથ નાખ્યો અને એ મહિલાની ઝૂલની કાઢીને આપી દીધી. આ ચમત્કારથી મહીરલ હેરાન રહી ગઈ જેના પછી તે સંતની પ્રસિદ્ધી દુર દુર સુધી ફેલાય ગઈ.
સંત રવિદાસ ભગવાન કૃષ્ણ ના પરમભક્ત હતા એની સાથે જ સંત રવિદાસ મીરાબાઈના ગુરુ પણ હતા. મીરાબાઈએ સંત રવિદાસ પાસેથી જ પ્રેરણા લઈને ભક્તિમાર્ગને અપનાવ્યો હતો અને તે કૃષ્ણની ભક્તિમાં વ્યસ્ત થઇ ગઈ હતી. કહેવામાં આવે છે સંત રવિદાસ પાસે આવો ઘણી વાર સમય આવ્યો હતો જયારે મીરાબાઈની જાન બચાવીને એને જીવનદાન આપ્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!