આજે આપને ચર્ચા કરી રહ્યા છીએ રામસેતુ તથા તેની પાછળ ના રહસ્ય વિશે. જે પ્રભુ શ્રી રામ શબ્દ પથ્થર પર કોતરી ને પાણી મા ફેક્યો પણ તે ડુબવા ની જગ્યા એ તરવા માંડ્યો અને આ રીતે લંકા સુધી જવા માટે રામસેતુ નિર્મિત થયો. દરિયા પર નિર્મિત થયેલ આ રામસેતુ વિશ્વભર મા ‘ એડેમ્સ બ્રીજ ‘ ના નામ થી જાણીતો છે.
પૌરાણિક હિંદુ શાસ્ત્ર નો મહાન ગ્રંથ રામાયણ અનુસાર આ રામસેતુ એ પ્રભુ નારાયણના સપ્તમા અવશેષ પ્રભુ શ્રી રામની વાનર ટૂકડીએ ભારતના દક્ષિણી હિસ્સા રામેશ્વરમા નિર્મિત કર્યો હતો.
આ રામસેતુ ભારતના રામેશ્વર થી પ્રારંભ થઈ ને શ્રીલંકા ના મન્નાર સુધી સ્થિત થયેલો છે. મોટાભાગ ની પ્રજા આ સેતુને ઈશ્વરની લીલાનુ નામ આપે છે. જ્યારે વિજ્ઞાનનો મત આનાથી તદ્દન કંઈક જુદો જ છે. આ રામસેતુ જે પથ્થરો દ્વારા નિર્મિત થયો છે તે પથ્થરો વિશે જાણકારી મેળવવા હાલમા પણ લોકોના મનમા ઘણી બધી ઉત્સુકતા રહેલી છે.
આ સેતુ નળ અને નીલના માર્ગદર્શનથી નિર્મિત થયો હતો. આ સેતુ નિર્માણ માટે વાનરો દ્વારા બધી સામગ્રી એકઠી કરવામા આવી હતી. આ સામગ્રી વૃક્ષના થડ , વિશાળ પર્ણ તથા વૃક્ષનો સમાવેશ થતો હતો.
સાયન્ટીસ્ટોની માન્યતા એવી છે કે નળ અને નીલને ખ્યાલ હતો કે કયો પથ્થર કઈ જગ્યા એ સ્થાપિત કરવાથી પાણીની અંદર ડૂબે નહી તથા અન્ય પથ્થરોનો પણ આધાર બનશે. આથી , તેઓ એ ‘ પ્યુમાઈસ સ્ટોન ‘નો ઉપયોગ કર્યો.
આ પથ્થરોનુ નિર્માણ જ્વાળામુખીની જ્વાળારસ માથી થાય છે. આ પથ્થરોમા ઘણા બધા હોલ્સ હોય છે. જેથી આ પથ્થર એક સ્પોંજી એટલે કે ખખરાનુ સ્વરૂપ ધારણ કરે છે અને સામાન્ય પથ્થરથી ઓછુ વજન ધરાવે છે જેના લીધે તે પાણીમા સરળતાથી તરી શકે છે.
પણ જ્યારે આ હોલ્સમા પાણી ધૂસી જાય છે ત્યારે તે પાણીની અંદર ચાલ્યા જાય છે. આ જ ઘટના જવાબદાર છે કે હાલ આટલા સમયગાળા બાદ સેતુના અમુક પથ્થરો દરીયા મા અંદર ચાલ્યા ગયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!