મોટાભાગના લોકો એ જાણે જ છે કે શ્રી રામ તેમના પુત્રો લુવ-કુશ અને પત્ની સીતાને વાલ્મીકી ઋષિ ના આશ્રમમાં મળ્યા હતા. લોકો એ પણ જાણે છે કે કેવી રીતે અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા પછી સીતા માતાએ પોતાનો જીવ આપ્યો હતો.અને ભગવાન રામ પોતાના પુત્રો સાથે અયોધ્યા પાછા ફર્યા અને તેમના માટે મહેલમાં એક નવું મકાન બનાવ્યું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સીતા માતાના પૃથ્વીમાં સમાઈ ગયા બાદ ભગવાન શ્રી રામના બાકીના જીવનનું શું થયું?
જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે : ભગવાન રામનું જીવન કેવી રીતે સમાપ્ત થયું, તેની જાણકારી વાલ્મિકીની રામાયણમાં નથી, પરંતુ પદ્મ પુરાણમાંથી તે મળી આવે છે. તે અનુસાર ભગવાન શ્રી રામે સીતા માતાને ગુમાવ્યા પછી શ્રી રામે ઘણા વર્ષો સુધી અયોધ્યામાં શાસન કર્યું. તેમણે તેમના પુત્રોને રાજ્યની કામગીરી સંભાળવા માટે તૈયાર કર્યા.
એક આદર્શ રાજા: ભગવાન શ્રી રામના શાસન દરમિયાન રામે અયોધ્યાના લોકો માટે ઘણા યજ્ઞો પણ કર્યા. અયોધ્યાના લોકો પહેલાથી જ રામને અયોધ્યાના શ્રેષ્ઠ અને આદર્શ રાજા માનતા હતા.
ભગવાન શ્રી રામના મહેલમાં ઋષિઓનું આગમન: શ્રીરામનું જીવન એવી જ રીતે ચાલતું રહ્યું. એક દિવસ એક બુદ્ધિશાળી રાજા ભગવાન શ્રી રામને મળવા પહોંચ્યા અને એકાંતમાં ભગવાન રામની પાસે કંઈક મહત્વપૂર્ણ કામ કરવાની મંજૂરી માંગી. રામ નમ્રતાથી ઋષિની વાત સાંભળવા માટે જમીન પર બેસી ગયા.
ઋષિની સલાહ મુજબ રામે તેમના ભાઇ લક્ષ્મણને કહ્યું કે તેઓ દરવાજા પાસે ઉભા રહે અને જો કોઈ આ મહત્વપૂર્ણ વાતચીત દરમિયાન આવે છે, તો તેને અંદર પ્રવેશવા માટે રોકે.રામને મળવા આવેલા ઋષિ બીજું કોઈ નહી પરંતુ સમયના રૂપમાં કાળદેવ આવ્યા હતા. કાળ દેવ શ્રી રામને યાદ અપાવવા આવ્યા હતા કે પૃથ્વી પરનો તેમનો ‘સમય’ હવે પૂરો થઈ ગયો છે અને હવે તેઓએ તેમના મૂળ નિવાસસ્થાન વૈકુંઠમાં પાછા ફરવું જોઈએ.
મહર્ષિ દુર્વાસા ઋષિનું આગમન: રામ અને કાળ દેવ વચ્ચેની ગુપ્ત વાતચીત દરમિયાન મહર્ષિ દુર્વાસા પહોંચ્યા. મહર્ષિ દુર્વાસા તેના ગરમ સ્વભાવ માટે જાણીતા હતા. મહર્ષિ દુર્વાસાએ તરત જ રામને મળવાની પરવાનગી માંગી.લક્ષ્મણ મહર્ષિ દુર્વાસાને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મહર્ષિ દુર્વાસા માનતા નથી. તે લક્ષ્મણ પર ગુસ્સે થઈ જાય છે અને એમ પણ કહે છે કે જો તે તેમને અંદર નહીં જવા દે તો તે લક્ષ્મણને શાપ આપશે.
લક્ષ્મણને એ ખબર પડી ગઈ કે આ બધી પરિસ્થિતિ તેને તેનો છેલ્લો માર્ગ બતાવવાનો સંકેત હતો.ત્યારબાદ તેઓ સરિયું નદીમાં પ્રવેશ કરી અનંત શેષનું રૂપ લઇ લે છે.જ્યારે ભગવાન શ્રી રામને લક્ષ્મણ વિશે ખબર પડે ત્યારે રામ મહા વિષ્ણુના રામ અવતારને સમાપ્ત કરવાની તૈયારી કરે છે. તે પણ સરયુ નદીમાં અદ્રશ્ય દેવતાઓ સાથે ચાલ્યા જાય છે અને આમ તેમનો રામ અવતાર પૂરો થાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!