આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલી આવી જ એક રસપ્રદ કથા વિશે જણાવીશું જે તમે પહેલા ક્યારેય સાંભળી નહી હોય. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાવણે માતા સીતાને કેદ કર્યા હતા, ત્યારે માતા સીતા રાવણને જોતાની સાથે જ તેના હાથમાં એક તણખલું લઈ લેતા હતા. ચાલો આની પાછળની સંપૂર્ણ કથા વિશે જાણીએ.
જ્યારે રાવણ સીતાને લંકા લઈ ગયો, ત્યારે માતા સીતા ભગવાન શ્રી રામને યાદ કરવા અને તેમનું ચિંતન કરવા માટે જ અશોક વાટિકામાં વટ વૃક્ષ નીચે બેસતા હતા. રાવણ સીતાજીને વારંવાર ધમકાવતો હતો, પરંતુ માતા સીતા કઈ બોલતા નહી. રાવણે શ્રી રામનો વેશ પણ લીધો અને માતા સીતાને ભ્રમિત કરવાની કોશિશ કરી,પણ તેમ છતાં તે સફળ થયો નહીં. જ્યારે રાવણ થાકી ગયો હતો અને તેના ક્ષયન કક્ષમાં પહોંચ્યો, ત્યારે તેની પત્ની મંદોદરી જે આ બધું પહેલેથી જ જાણતી હતી,
તેણે કહ્યું, તમે તો શ્રી રામનો વેશ ધારણ કરેલો હતો,તો પછી શું થયું.રાવણે કહ્યું, ‘જ્યારે હું રામનું રૂપ લઈને સીતા પાસે ગયો ત્યારે હું સીતાને જોઈ શક્યો નહી.’ રાવણે તેની બધી તાકાત લગાવી દીધી હતી પણ જગત જનની માતાને આજ સુધી કોઈ સમજી શક્યું ન હતું,તો પછી રાવણ કેવી રીતે સમજી શકે,પરંતુ લંકાપતિ રાવણ પણ સરળતાથી હાર માને તેમ ન હતો.
ત્યાર બાદ તેણે ફરીથી માતા સીતાની નજીક જવાનો પ્રયાસ કર્યો. તે સીતા માતા પાસે આવ્યો અને બોલ્યો, ‘હું તમારી સાથે સીધો-સીધો સંવાદ કરું છું, પણ તમે કેવી સ્ત્રી છો કે મારા આવતાની સાથે જ ઘાસનું તણખલું ઉપાડીને તેની સામે જ જોવો છો. શું આ ઘાસનું તણખલું રામથી પણ વધારે વહાલું છે?રાવણનો આ સવાલ સાંભળીને માતા સીતા સંપૂર્ણ મૌન બની ગયા અને આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.
રામ સાથે લગ્ન કર્યા પછી જ્યારે તે અયોધ્યા આવ્યા અને નવ-નવેલી દુલ્હન તરીકે આદર-સત્કાર થયો.તે સમયે એક પરંપરા નિભાવવામાં આવી હતી અને તે પરંપરામાં તે ઘાસના રહસ્ય છુપાયેલું છે.ત્યારે સીતાજીના હાથ દ્વારા મીઠી વાનગી બનાવવામાં આવી હતી,રાજા દશરથ, ચારે ભાઈઓ અને ઋષિ મુનિઓ સહિત સમગ્ર પરિવારને પીરસવામાં આવી હતી.
સીતાજીએ જેવું ખીર પીરસવાનું શરૂ કર્યું, તો જોરદાર પવન આવ્યો અને બધાએ પોતાની પ્લેટોની સંભાળ લીધી. સીતાને ખબર કે રાજા દશરથની ખીરમાં એક નાનો ઘાસનો તણખલો પડી ગયો છે. સીતાજીએ તે તણખલાને જોયું, પણ હવે ખીરમાં હાથ કેવી રીતે નાખવો? પછી સીતાજીએ દૂરથી તે તણખલા તરફ જોયું, તે તણખલું બળી ગયું અને રાખ થઇ ગયું.રાજા દશરથ આ બધું જોઈ રહ્યા હતા.પરંતુ ત્યારે તે કઈ બોલ્યા નહી,ત્યારબાદ તે તેમના કક્ષમાં ગયા અને સીતા માતા ને બોલાવ્યા,ત્યારે રાજા દશરથે કહ્યું, ‘મેં આજે ભોજન સમયે તમારો ચમત્કાર જોયો.
તમે સાક્ષાત જગત જનનીનું બીજું રૂપ છો. પણ એક વાત તમારે યાદ રાખવી, તમે આજે તમે તણખલાને જે દૃષ્ટિથી જોયું તે રીતે ક્યારેય તમારા શત્રુ તરફ પણ ન જોતા, તેથી જ્યારે પણ રાવણ સીતાજીની સામે આવતો ત્યારે તેઓ તે ઘાસનો તણખલાને ઉપાડીને રાજા દશરથજી વાતને યાદ કરતા.જો સીતાજી ઇચ્છતા હોત તો રાવણને પોતાની નજરથી જ ભસ્મ કરી નાખ્યા હોત.પરંતુ રાજા દશરથને આપેલા વચનને લીધે તેઓ શાંત રહયા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!