જાણો ! વાવાઝોડુ “ટૌક્તેનો” અર્થ થાય છે કઈક આવો ! કયા દેશએ આપ્યું આ નામ… જાણો..!

0
196

ઉનાળાની ગરમી અને કોરોનાની મહામારી વચ્ચે ચોમાસા પહેલાની સીઝનના તૌકતે વાવાઝોડાએ ધ્યાન ખેંચ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સ- એનડીઆરએફને તૈયાર રાખવામાં આવી છે. કેરલ, કર્ણાટક, તમિલનાડુ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પ્રદેશમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

એનડીઆરએફની ૧૦૦ ટીમોમાંથી ૫૩ ટીમો 6 રાજયોમાં ગોઠવવામાં આવી છે. અરબ સાગરમાં નિર્માણ પામી રહેલું ચક્રવાત ધીમે ધીમે ભયાનક બની રહયું છે. ભારતમાં મૌસમ વિજ્ઞાન વિભાગે ચક્રવાત અંગે મળેલી જાણકારી મુજબ એનડીઆરએફની ટીમો વધારવામાં આવી રહી છે. ટીમના તમામને કોવિડ -૧૯ વિરોધી રસી આપવામાં આવી છે એટલું જ નહી ટીમના સભ્યો જરુરી ઉપકરણોથી લેસ છે.

ટૌક્તેનો શું થાય છે અર્થ : વાવાઝોડાને ‘ટૌકતે’  નામ મ્યાંમાર દ્વારા આપવામાં આવેલું છે. મોટો અવાજ ધરાવતી ગરોળીને ‘ટૌકતે’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ટૌકતે’ વર્ષ ૨૦૨૧નું સૌપ્રથમ વાવાઝોડું છે. વિશ્વમાં જે પણ કોઇ વાવાઝોડું આવે છે તેને એક ચોક્કસ નામ આપવામાં આવતું હોય છે. હવે તેવી તે જાણવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે કે વાવાઝોડાને નામ કઇ રીતે આપવામાં આવે છે.

અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતાં દરિયાઇ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથમ વર્ષ ૨૦૦૪થી શરૃ થઇ હતી. જેના માટે એક યાદી બનાવવામાં આવેલી હતી. આઠ દેશના ક્રમાનુસાર આઠ નામ આપવામાં આવે છે. જ્યારે જે પણ દેશનો ક્રમ આવે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે. આ વાવાઝોડાંનું નામ શક્ય તેટલું ટૂંકું હોવું એ તેની પૂર્વશરત છે. જે ૧૩ દેશ દ્વારા વાવાઝોડાના કુલ ૬૪ નામ આપવામાં આવેલા છે

કેરલના કાસરગોડ વિસ્તારમાં બે માળનું મકાન પવનની તેજ થપાટથી પત્તાના મહેલની જેમ તૂટી પડયું હતું. દરિયાકાંઠે ઉઠી રહેલા મોજાની ગતિ અને તેજી બંનેમાં વધી રહી છે. વાવાઝોડનું નામ તૌકતે એ મ્યાનમાર દેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ અવાજ કરતી છિપકલી એટલે કે ગરોળી થાય છે. વર્તમાન સિઝનમાં ભારતીય તટ પર ત્રાટકનારું પ્રથમ ચક્રવાતી તોફાન હશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here