જગન્નાથ રથયાત્રા 2021 : ક્યારે થશે શરુ! વાંચો જગન્નાથજી સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

0
192

હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે ઉડીસામાં અષાઢ માસના સુદ પખવાડિયાની બીજની તિથીના રોજ રથયાત્રા નીકળે છે. આ વર્ષે આ તિથિ 12 જુલાઈના રોજ છે. આથી રથયાત્રા 12 તારીખથી શરુ થઇ થશે અને તેની પુર્ણાહુતી 20 જુલાઈના રોજ થશે.

હિંદુ ધર્મમાં આને ઘણો જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. એટલા માટે દર વર્ષે જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે આ યાત્રાના માધ્યમથી ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત પ્રસિદ્ધ ગુંડીચા માતાના મંદીરમાં જાય છે.

જેઠ માસની પુનમના દિવસે ભગવાનને 108 પાણીના ઘડાથી સ્નાન કરાવવામાં આવે છે, અને જે કુવા માંથી પાણી કાઢવામાં આવે છે તે કુવાને ફરી વખત ઢાંકી દેવામાં આવે છે. એટલે કે તે કુવો વર્ષમાં માત્ર એક જ વખત ખોલવામાં આવે છે.

ભગવાનની મૂર્તિનું નિર્માણ : જગન્નાથ પૂરીની રથયાત્રા દેશમાં જ નહિ પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે ભગવાન જગન્નાથ સહીત બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ લીમડાના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ વર્ષે પણ તે મૂર્તિ લીમડાના લાકડા માંથી બનાવવામાં આવશે.

તે દરમિયાન રંગોનું પણ ઘણું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો રંગ સામળો હોવાને કારણે લીમડાના એવા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જે સામળા રંગમાં છુપાઈ જાય. અને બીજી તરફ ભગવાન જગન્નાથના ભાઈ બહેનનો રંગ ગોરો હોય છે, એટલા માટે તેમની મૂર્તિઓ આછા રંગના લીમડાના લાકડાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.

વિશેષ પ્રકારથી થાય છે રથનું નિર્માણ : પૂરીમાં જયારે રથયાત્રા કાઢવામાં આવે છે તો સમસ્ત ભક્તોની નજર તે રથ ઉપર ટકેલી હોય છે, અને બધા તે દરમિયાન ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ ત્રણ રથનું નિર્માણ ખાસ રીતે કરવામાં આવે છે.

તેનો આકાર અલગ અલગ હોય છે. તે રથ નારીયેળના લાકડા માંથી બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનો રથ બીજા રથની સરખામણીમાં મોટો હોય છે તેનો રંગ લાલ-પીળો હોય છે. રથયાત્રા દરમિયાન સૌથી આગળ સુભદ્રાનો રથ હોય છે, ત્યાર પછી બલરામનો અને પછી છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે.

દર વર્ષે થાય છે નવા રથનું નિર્માણ : દર વર્ષે પૂરીમાં અષાઢ માસના સુદ પખવાડીયાની બીજ તિથીના રોજ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહે છે જેની ઉંચાઈ 45.6 ફૂટ હોય છે. ત્યાર પછી બલરામનો રથ આવે છે જેનું નામ તાલ ધ્વજ હોય છે, તેની ઉંચાઈ 45 ફૂટ હોય છે.

તેમજ સુભદ્રાનો દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો હોય છે. અખાત્રીજથી નવા રથનું નિર્માણ શરુ થઇ જાય છે. દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે. ખાસ વાત તો એ છે કે, તે રથને બનાવવામાં કોઈ પણ પ્રકારના ખીલા કે કોઈ ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here