એક સંધ્યાની આ વાત છે. લંડનની ધરતી હતી. ઠંડીનો ચમકાર હતો. સભા પૂરી થઈ. છેલ્લામાં છેલ્લા હરિભક્ત પોતાનું વાહન લઈ વિદાય થયા, પછી પાર્કિંગમાં સેવા કરતા યુવકો સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યા.
તરુણ પટેલે સહજ જ સ્વામીશ્રીને કહ્યું, “બાપા, બહાર ઠંડીમાં હાથ ઠરી ગયા છે. નહીં તો સંકલ્પ હતો કે આપની સાથે શેકહેન્ડ કરું !” તરત જ સ્વામીશ્રીએ હાથ ધર્યો, કહે, ‘જોઉં, કેવા ઠંડા હાથ છે?!’ અને એક પૂર્ણ મહાપુરુષે યુવાનનો હાથ હાથમાં લીધો. ઠંડાં ગાત્રોમાં નવચેતનનો સંચાર કરવા…
સૌને હૂંફમાં સમાવવા… વાત્સલ્યમાં વસાવવા… જગત સમગ્રની યુવાની આજે ધન્ય બની, કારણ કે વિશ્વનો વિરલ ગુરુએ યુવાનોને પોતાનો હાથ આપ્યો… હૈયું આપ્યું.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો