જલારામ મંદિરના મંડળની પ્રસાદીના નામે વડીલ દાદા-દાદીએ કર્યું એવું કે જાણીને તમારે ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જશે..!!

0
185

આજના સમાજમાં છેતરપિંડીની ઘણી ઘટના સામે આવી રહી છે. આવી ઘટનાઓ અવારનવાર આપણી આસપાસ ખૂબ જ જોવા મળે છે ક્યારેક તો આપણે પણ અમુક વાતમાં છેતરાઈ ગયા હોઈએ છીએ. પરંતુ આપણને જાણ હોતી નથી. આવી જ છેતરપિંડીને કારણે લોકો આજકાલ બીજા લોકોની ઘણી રકમ પડાવી લે છે.

આવી જ એક સુરત શહેરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વૃદ્ધ દાદા-દાદી પોતે મંડળના સેવક છે એમ કહે  છે. આ ઘટનામાં સુરતના કડોદરા વિસ્તારમાં ખટોદરા વિવેકાનંદ ગાર્ડન સામે જીવકાર સોસાયટી પાસે ડ્રાયફુટની બજારના નામની ડ્રાયફુટની દુકાન હતી. આ ડ્રાયફુટની દુકાન એક યુવક પોતાની જાત મહેનતથી જ લાવી રહ્યો હતો.

ખુબ જ નામચીન એવી દુકાન હતી. આ ડ્રાયફુટની દુકાનમાં એક વૃદ્ધ દાદા-દાદી ડ્રાયફુટ ખરીદવા માટે આવે છે. અને આ વૃદ્ધ દાદા-દાદી મહારાષ્ટ્રથી પ્રસાદી ખરીદવા આવ્યા છે. તેમ કહ્યું હતું અને દાદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના થાણે ગામથી આવ્યા છીએ. તમારું ડ્રાયફ્રુટ ખૂબ જ પ્રખ્યાત છે. તેને કારણે મારે અહીંથી પ્રસાદી ખરીદવી છે.

અમે જલારામ મંદિરના મંડળના વીરપુરના મુખ્ય પ્રમુખ છીએ તેમ કહીને દુકાનદાર પાસેથી ડ્રાયફ્રુટ જોયા હતા. અને દુકાનદારનો વિશ્વાસ જીતી લીધો હતો. અમારે પ્રસાદી કરવા માટે વધારે જથ્થામાં ડ્રાયફુટની જરૂર છે તેમ કહીને દુકાનદાર પાસેથી 66 કિલો કાજુ તેની કિંમત 49,310 અને 42 કિલો બદામ તેની કિંમત 28,673.

અને 1 કિલો અખરોટ જેની કિંમત 1100. એમ કુલ 79083ના ડ્રાયફ્રુટ લીધા હતા. ત્યારબાદ આ વૃદ્ધ દાદીએ કોમ્પ્યુટરમાં બિલ બનાવી આપવાનું કીધું હતું. અને આ બિલ જલારામ મંડળના નામે બનાવવાનું કહ્યું હતું. ત્યારબાદ દુકાનદારને પોતાની ગાડીમાં આ પાર્સલ મૂકી દેવા માટે કહ્યું હતું.

અને ત્યારે વૃદ્ધ દાદા તેની સાથે જઈને ગાડીમાં બેસી ગયા હતા. અને આ મહિલા પોતાના પર્સમાં પેમેન્ટ નથી તે માટે ગાડીમાંથી લઈને આવે છે તેમ કહીને ગઇ હતી. ત્યારબાદ તે ગાડીમાં બેસીને તરત જ ભાગી ગયા હતા. આમ દુકાનદારને મોટા પ્રમાણમાં છેતરીને એક વૃદ્ધ દાદા-દાદી ડ્રાયફ્રુટ લઈને ભાગી ગયા હતા.

આમ ટીવી સીરીયલ જેવી રીયલમાં છેતરી ગયા હતા. ત્યારબાદ દુકાનદારે કડોદરા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ છેતરપિંડીની ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. અને દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરામાં આ દાદા-દાદી રેકોર્ડ થઈ ગયા હતા. તેને કારણે પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here