ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટી ગયો. તે પછી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ચમોલીના તપોવન વિસ્તારમાં થયેલા આ દુર્ઘટનાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ નુકસાન થયું છે. અહીં કામ કરનાર 150 મજૂર ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ઋષિ ગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુસસાન પહોંચ્યું છે.આ દુર્ઘટના અંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે ટચમોલી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાહો પર પણ લોકોને ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે.
જાણો વધુ વિગતો….
- NDRFની કેટલીક ટીમો દેહરાદુનથી જોશીમઠ મોકલવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને કેટલીક ટીમોને દેહરાદુન મોકલવામાં આવશે.
- ઉતરાખંડ પોલીસના જણાવ્યા મુજબ, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર આવી શકે છે. ગ્લેશિયર ફાટ્યા પછી ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘર પાણીમાં વહી ગયા.
- ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ફોન પર વાત કરી.
- મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે નંદપ્રયાગથી આગળ અલકાનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેઓ પોતે ચમોલી રવાના થઈ ચૂક્યા છે.
- ઉતરપ્રદેશમાં પણ હાઈએલર્ટ. મુખ્યમંત્રી આદિત્યનાથે ગંગા કિનારે વસેલા તમામ જિલ્લામાં નદીના જળસ્તર પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે.
- ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ દુર્ઘટનાથી ઘણુ નુકસાન થયું છે.
- સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 બહાર પાડ્યા છે. સરકારે અપીલ કરી છે કે આ દુર્ઘટનામાં જુના વીડિયો સરક્યુલેટ કરીને અફવા ન ફેલવવામાં આવે.
- હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈ અલર્ટ આપી છે.
- ITBPના 200થી વધુ જવાન, SDRFના 10 અને NDRFની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી છે. બીજી કેટલીક ટીમો એરફોર્સના હેલિકોપ્ટરથી પહોંચી રહી છે.
હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે. હું પોતે ઘટના સ્થળે જઈ રહ્યો છે.
પાવર પ્રોજેક્ટ અને તપોવન બંધ તૂટ્યો
ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અલકાનંદા નદીના કિનારે રહેનાર લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ધૌલી નદીમાં પુર આવવાથી તપોવન બંધ પણ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. અધિકારીઓએ સરોવરનું પાણી ઘટાડવાનો આદેશ આપ્યો છે. જેથી અલકાનંદનું વોટર લેવલ વધવા પર વધારાનું પાણી છોડવામાં મુશ્કેલી ન સર્જાય.
જૂન 2013માં ઘણા લોક મૃત્યુ પામ્યા હતા
16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાઈ ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામ-નિશાન મટી ગયું. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!