પૃથ્વી પર કરોડો મનુષ્ય વસેલા છે રોજ સવાર પડે ને કરોડો લોકો પોતાની ભાગ દોડ ભરી જીદગીમાં સમગ્ર આયુષ્ય પતાવી દેતા હોય છે પરંતુ આ જિંદગી માં સૌ કોઈ ને અંતર માં પોતાના અસ્તિત્વનો આનંદ મેળવવાં ની અને તેને માનવાની ઇરછા તો રહતી જ હોય છે, પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી એ પોતાના એક પ્રવચન દરમિયાન આ વિષય અસ્તિત્વના આનંદ મેળવવા ને અનુરૂપ ઉત્તમ ઉદાહરણો થી પોતાની વાત રજૂ કરી હતી.
અખંડ આનંદ મેળવવા માટે પ્રથમ તો ભગવાનના કર્તા પણા નો ભાવ રાખવો જેથી રોજિંદા જીવનમાં અખંડ આનંદ અને સ્થિરતા રહેશે, બીજું કે હમેશા સ્મરણ રાખવું કે જે કાય પણ મારા જીવનમાં બને છે તે ભગવાનની ઇરછાથી બને છે મારા સારા માટે જ બને છે અને હું જો આ પ્રકારનો અભિગમ રાખીશ તો મારી જ આમાં પ્રગતિ રહેલી છે અને ક્યારેય પણ નાની નાની વાતોમાં ક્યારેય દુઃખ ના લગાવવું.
સમાજમાં ખુબ સમ્માન મળે ત્યારે પણ વિચાર રાખવો કે આ સમય પણ ચાલ્યો જશે અને જયારે સમાજ માં અપમાન થાય ત્યારે પણ હંમેશા વિચાર રાખવો કે આ સમય પણ ચાલ્યો જશે આટલું કરવાથી ક્યારેય આપડી સ્થિરતા અને અખંડિતા ખોરવાશે નહીં રોવાનો વારો આવે એવી દસ વસ્તુ આપડા જીવનમાં છે જ પરંતુ તેની સામે હસી શકીયે એવી પણ દસ વસ્તુઓ આપડા જ જીવનમાં જોવા મળતી હોય છે,
પસંદગી આપડી કરવાની આપડે કઈ વસ્તુ પસંદ કરવી છે. હંમેશા એવો જ અભિગમ કેળવવો કે દુઃખ તરફ બોવ વૃત્તિ ના ખેંચાય, સહન કરવાની અને સ્વીકારી લેવાની ભાવના હંમેશા કેળવવી એમાં જ વૃત્તિ લગાવવી જોઈએ, સ્વીકારી લેવાની ભાવના પર પ્રમુખસ્વામી મહારાજ નો એક સરસ પ્રસંગ સંકળાયેલો છે.
પ્રમુખસ્વામી મહારાજ એક વાર ન્યુયોર્ક માં હતા તેમાં રૂમ બોવ નાની હતી કોઈયે કહ્યું સ્વામી આ રૂમ બોવ નાની છે સ્વામી કહે નાની રૂમ હોય ને તો સારું પાવર ઓછો વપરાય બરાબર એક અઠવાડિયા પછી ટોરોન્ટો માં હતા રૂમ ખુબ મોટી હતી ત્યારે કોઈએ કહ્યું સ્વામી આ રૂમ ખુબ પોહળી મોટી છે આવી જોઈએ સ્વામી કહે હા મોટી રૂમ જોઈએ વધારે લોકો નો સમાવેશ સારી રીતે થઈ શકે.
પ્રમુખસ્વામી મહારાજની દ્રષ્ટિ મુજબ નાની રૂમ પણ ખુબ સારી અને મોટી રૂમ પણ સારી જ તમારા મગજમાં ક્યાં પ્રકારનો અભિગમ રહેલો છે તે ખુબ મહત્વનું હોય છે, તમે કોઈપણ તમારી આસપાસ બની રોજિંદી ઘટનાઓ માં કેવા પ્રકારનો દ્રષ્ટિકોણ રાખો છો બસ એના પર જ તમારી સમૃદ્ધિ અને અખંડ આનંદ રહેલો હોય છે બનેલી ઘટના પ્રત્યે તમારો અભિગમ ક્યાં પ્રકારનો રહેલો છે એના પર આધારિત હોય છે.
તમારે જે વ્યક્તિઓ સાથે રોજ કામ કરવાનું થતું હોય અથવા તેની સાથે જ તમારે રહેવાનું હોય તો તમારે સાથી વ્યક્તિઓ ના સદ્દગુણ જ જોવા પડે પરંતુ તમે જો સાથે રહેતી વ્યક્તિઓ ના અવગુણ જ જોયા કરશો તો સાથે રહેવાનો અથવા તેના પ્રત્યે નો તમને કોઈ આનંદ ક્યારેય આવશે જ નહીં, આ આવો છે પેલો આવો છે કયારેય કોઈ ના અવગુણ ની વાતો કરવી નહીં.
નક્કી કરો કે આ 25 લોકો મને મારા રોજિંદા જીવનમાં હંમેશા આનંદ માટે જોઈએ છે જેમાં પછી તમારા પરિવાર જનો હોય તમારા મિત્રો હોય સગા-સ્નેહી હોય પડોસી જે કોઈ પણ હોય એને યાદ કરો ને આ 25 વ્યક્તિઓ જ મને અખંડ આનંદ આપી શકે એમ છે એવા વ્યક્તિઓ ના ક્યારેય પણ અવગુણ કે દુર્ગુણ જોવાના જ નહીં અને આ સિદ્ધાંત વાત છે આ કરવાથી જ તમે અસ્તિત્વનો આણંદ મેળવી શકશો.
તમારા મોબાઈલ માં કે ફેસબૂક માટે હજારો મિત્રો હશે જ પણ જયારે હોસ્પિટલ કે અન્ય મુસીબતો ના સમયે ફેસબુક નો કોઈ મિત્ર તમારા કામમાં નહીં આવે પરંતુ આ 25 વ્યક્તિઓ નું એક લિસ્ટ બનાવો અને નક્કી રાખવું કે આ પચ્ચીસ વ્યક્તિઓ કોઈ પણ ભોગે હું મરૂ તો પણ મારા જીવનમાં રેહવી જ જોઈએ પછી આ નક્કી કરેલ વ્યક્તિનો કોઈ અવગુણ કે દોષો ક્યારેય જોવા નહીં પૂર્ણ રીતે એમનો સ્વીકાર જ કરવો.
કોઈપણ અણ-બનાવ બને આપડે જ સામે થી માફી માંગી લેવી અથવા આપડે જ નમી દેવાનું નું કારણકે આપડે એ 25 વ્યક્તિઓ હંમેશા જોઈયેજ઼ આનંદ માટે એનો વાંક હોય તો પણ આપડે જ નમી ને સોરી કહી દેવાનું આટલું કરવાથી આપો આપ એના માં પણ સુધારો થશે જ અને એક મજબુર અને અંખડ મિત્રતા તમારા વચ્ચે કે માટે બની જ રહેશે. આટલું કરવાથી ચોક્કસ રીતે આજના સમયમાં માણસને અસ્તિત્વનો આનંદ મળશે જ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!