પરોઠા એ આપણા સહુ ના ઘરે બનતાં જ હોય છે. આપના બધા ના ઘરે પંજાબી સબ્જી કે છોલે જોડે પરોઠા બનતાં હોય છે.પણ આજે આપને સ્ટફ્ પરોઠા બનાવવા ના છે. અલગ અલગ સ્ટફિંગ કરી ને આપને પરોઠા બનાવતા હોઈએ છીએ. જ્યારે સાંજે ડિનર માં જમવા નું બનવાનું હોય તો આપને બધા ને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે શું બનાવીશું.તો આજે સહેલાઈથી અને ફટાફટ બની જાય એવા વેજ. પનીર પરોઠા ની રેસીપી જોઈશું. જે તમે સવારે નાસ્તા માં કા તો સાંજે ડિનર માં લઈ શકો છો.જે ખૂબ જ હેલઘી છે. તો સામગ્રી જોઈ લઈશું.
સામગ્રી:-
૨ ડુંગળી ઝીણી સમારેલી, ૧ બાઉલ કોબીજ, ૧/૨ બાઉલ ગાજર, ૧/૨ બાઉલ બીટ, ૫૦ ગ્રામ પનીર, નમક સ્વાદ અનુસાર, ૧ ચમ્મચ ચીલી ફ્લેક્સ, ૧ ચમ્મચ ઓરેગાનો, ૨ ચમ્મચ લીલા ધાણા, ૧/૪ બાઉલ કેપ્સિકમ બારીક સમારેલા, ૧ ચમ્મચ ધાણજીરૂ, ૧ ચમ્મચ ગરમ મસાલો, ૫૦ ગ્રામ બટર, ૧ બાઉલ ઘઉ નો લોટ, ૨ ચમ્મચ ઓઈલ
રીત :-
સૌથી પહેલા એક વાસણમાં ઘઉ નો લોટ લઈ તેમાં નમક અને ઓઈલ ઉમેરી પરોઠા નો લોટ બાંધી લો. કોબીજ, ગાજર, બીટ, ડુંગળી તેમજ કેપ્સિકમ ઝીણા સમારી લો અને પનીરને છીણી લો. હવે એક બાઉલ માં કોબીજ,ગાજર ,બીટ,ડુંગળી, કેપ્સિકમ અને પનીર એડ કરી તેમાં મીઠું સ્વાદાનુસાર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,લીલા ધાણા,ગરમ મસાલો એડ કરો.
પનીર અને વેજીટેબલ નું મિશ્રણ બરાબર મિક્સ કરી લો. હવે લોટ માંથી એક પરોઠો વણી લો.હવે તેમા પનીર તથા શાકભાજીનું મિશ્રણ ઉમેરો. હવે તેને બંધ કરી ફરી વખત વણી લેવા. હવે આ પરોઠાને માખણથી બને તરફ શેકી લો. હવે પરોઠા સર્વિંગ પ્લેટ માં લઇ લો. પરોઠા પર ચીઝ ઉમેરી ટોમેટો સોસ અને દહી જોડે સર્વ કરો.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!