જે લોકો નાની વાત માં અકળાઈ જતા હોય એવા લોકો ને આ પ્રસંગ ખાસ વંચાવવો..

0
451

પ્રમુખસ્વામી મહારાજ અવાર-નવાર કેહતા જીવનમાં પવિત્રતા જોઈએ હંમેશા દરેક ને સારી પ્રેરણાઓ જીવનમાં મળે,એ જીવનમાં આપડે સંઘરી રાખીયે એ પ્રમાણેનું જીવન જીવીયે એજ ખરા અર્થમાં વિઝન ઓફ લાઇન ગણી શકાય ખાલી પૈસા કમાવા પરિવારમાં ઉછેર કરવો સંતાનનો સારો અભ્યાસ કરાવવો સંતાન ને ટ્રેક પર ચડાવવા એટલું ખાલી જીવન નથી.

તો આ બધી વાતો આપણે સમજીને વર્તન વ્યવહારમાં રાખીયે એ જ આપણું જીવન છે, આપણે રાત્રે કામ કર્યા પછી ઘણી વખત ઘરે દસ વાગ્યે 11:00 વાગ્યે ઘરે પહોંચી છીએ, એમાંથી ચાર શનિ-રવિ કાઢી નાખો એટલે મહિના ના 22 કામના દિવસો રહે,આ 22 કામકાજ ના દિવસો માં બીજા પાંચ દિવસ રાત્રે નવ વાગ્યા પછી આવવાના કાઢી નાખીયે.

કારણકે તમારે કામ ઘણું હતું  બીજા ત્રણ દિવસ રાત્રે 8:30 પછી આવવાની છૂટ છે ટ્રાફિક ઘણો હતો અથવા કોઈ હતું કે કોઈ મળવા માટે આવી ગયું વગેરે વગેરે પણ બાકીના 15 દિવસ જો તમે રાત્રે 8:00 સુધી પોતાના પરિવાર પાસે પાછા ન આવી શકો તો સમજવાનું કે યુ આર વેરી બેડ મેનેજર of time and work તો તમારે અંતર જાખવાની જરૂર છે.

જીવનમાં વહીવટ વહેવાર એવો છે કે જે તમામ ને ગમે જ કદાચ રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસ ચાલતી હોય તો ગમે જ લોકો આવે કંઈક કામ થાય આનંદ આવે હાવર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે સર્વે કરવામાં આવ્યો આઠ વર્ષ સુધી આ સર્વે થયો 110 દેશોમાં આ સર્વે થયો દુનિયા ના 5 ખંડ ઉપર એક લાખ પરિવારોને સ્વયંસેવકો મળ્યા,

સર્વેનું મુખ્ય કારણ અને મુખ્ય પ્રશ્ન એ હતો કેપૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ શું છે 60 ટકાથી વધુ લોકોએ એવું કહ્યું કે અમારા મત પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે પરિવાર સાથે વિતાવેલો સૌથી વધુ સમય એ જ સૌથી મોટો આનંદ ઘણી શકાય છે, કુમાર મંગલમ બિરલા ના ધર્મ પત્ની નો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ્વરા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.

પોતે બિરલા કંપનીના ચેરમેન તરીકે ઘણી શકાય ની ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે તમારો ટાઈમ કઈ રીતે મેનેજ કરો છો ત્યારે કુમાર મંગલમ બિરલાના પત્નીએ ખુબ સરસ જવાબ આપ્યો કે અમારા બિરલા હાઉસમાં એક નિયમ છે, રાત્રે 8 વાગે એટલે દરેક સભ્યોએ એમનો મોબાઈલ ફોન એમના માતૃશ્રી એટલે કે આદિત્ય બિરલા ના વિધવા પત્ની એમને જમા જ કરાવી દેવાનો.

મોબાઈલ ફોન વગેરે ગેજેટ આપણી સેવા માટે જ બનેલું છે પરંતુ સમય જતા આપણે એના ગેજેટનાં ગુલામ થઈ ગયા રાતે પણ મોબાઈલ ખોલવા જોઈએ છીએ અને સવારે વેલા પણ ઘણા ને મોબાઈલ વાપરવાની ખોટી ટેવ પડી ગયેલી હોય છે એટલે પરિવાર સાથે આનંદ-મંગલ કરવાનો અને સર્વ સાથે હલી મળીને રહેવાનો સમય આપનો મોબાઈલ ખેંચી જાય છે.

મોબાઈલ માં વપરાતો આપનો સમય જો પરિવાર ના માટે અને પરિવારના તમામ સભ્યો સાથે જો વિતાવવા માં આવે તો કયારેય વિખવાદ કે દુર્વ્યવહાર બને જ નહીં અને એક વાત તો તમામ લોકો એ યાદ રાખવી જ રહી કે પૃથ્વી પર જે વસ્તુ મફત હોય ને એની કિંમત તમારે સમયના સ્વરૂપે ચૂકવવી પડે છે અને સમય ની ચુકવણી સામે રૂપિયાની ચુકવણી સહેલી છે.

તમામ લોકો એ કંઈક સારી આદતો પાડી અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સાંજે પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન લે દરેક ના મોબાઈલ ફોન સાઈડ માં જ મુકાવી દેવામાં આવી જો યોગ્ય અને જીવનના ઘડતર માં ઉપયોગી ટેવો અને આચરણ નો અમલ કરશો તો ક્યારેય પણ નાની નાની વાતોમાં અકળાઈ જવાશે નહીં જીવનમાં દરેક સમયે નવો માર્ગ મળી રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here