જે લોકો તમારી નાની નાની ખામી કાઢતા હોય એ લોકો ને આ લેખ જરૂર વંચાવવો..

0
167

કલિયુગ માટે એવું કહેવાય છે કે સંપ એ શાંતિની મૂર્તિ સમાન છે, સંપીને શાંતિથી રહીને હળીમળીને જે કાર્ય કરીએ એ ના ફળ મીઠા હોય છે બહુ વર્ષો પહેલા જ્યારે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડી તે પોતે ચૂંટાઈને આવ્યા એમને પ્રથમ રાષ્ટ્રના સંબોધન નો પ્રસંગ હતો ત્યારે સમગ્ર અમેરિકા રાષ્ટ્ર અને પપ્રજાજનો ને  કેનેડીએ એક સુંદર વાત કરેલી,

એમને વાત કરેલી કે યુનાઈટેડ સ્ટેટ્સ માં આપણે જો સંપીને બધા સાથે રહેશુ તો આપણે બધા જ પ્રગતિ કરી શકીશું પણ જો પણ જો ઝગડી ને કે મતભેદથી મનભેદ કરીને જો છૂટા પડી શું તો દરેકની પડતી થશે માટે એમને અમેરિકાને સંદેશ આપ્યો કે આપણે સંપીને સાથે રહીશું આ સંદેશો દરેક માટે છે દેશ હોય કોઈ સમાજ હોય કોઈ પરિવાર હોય કે

આપણું કાર્યક્ષેત્ર આપણી ઓફીસ હોય તે જગ્યાએ પણ સંપીને સાથે રહીએ તો દરેકની પ્રગતિ અને વિકાસ છે અને છૂટા પડીએ તો દરેકને નુકસાન છે ને દરેકની અધોગતિ છે જ આ વાત પૃથ્વી ઉપર સનાતન છે સિદ્ધાંત છે આ વાતમાં કોઈ મીનમેખ નથી અને આ સિદ્ધાંત દરેકને લાગુ પડે છે તો પહેલી અગત્યની વાત છે કે ચેરિટી begin from home.

એટલે કે આપડા સંપની ભાવના આપણા પરિવારમાં ખૂબ સારી રીતે રાખવી જોઈએ પરિવારમાં આપણે સંપ છે પણ આપણે આ છે આપણા  ફેમિલીમાં હોય તો બધાને સાથે રહેવાનો આનંદ આવે એની માટે પહેલો અગત્યનો વિચારે એ છે કે પરિવારમાં આપણે બધા સાથે આવ્યા છીએ માતા પિતાના રૂપમાં પતિ-પત્નીના રૂપમાં ભાઈ-બેન સંતાન દીકરા-દીકરી આપણા બધા સંબંધો અને પરિવારજનો છે ભગવાનની ઈચ્છાથી અને આશીર્વાદથી આપણે પરિવારમાં બધા સાથે આવ્યા છીએ.

આ પાયાનો એક સરસ વિચાર આપણે જ દ્રઢ કરવાનો આપણે સાથે આવ્યા એમાં ભગવાન ના આશીર્વાદ છે તો સાથે આવ્યા તો સાથે રહેવું અને સાથે સાથે નિભાવો એક પ્રથમ સારો વિચાર કરવો જોઈએ, બીજી અગત્યની વાત છે આ સંપના વિચારમાં પરિવારમાં કે મોટું મન રાખીને એક બીજાને સ્વીકારીને અને મોટું મન રાખીને એકબીજાને સહન કરીને સાથે રહેવાનું જ સંકલ્પ કરવો.

તો પરિવારમાં ખૂબ સારી રીતે સંપ ચાલે, હમણાં થોડા વર્ષો પહેલા એક શિબિરમાં ગુજરાત રાજ્યના ખૂબ સારા ડિસ્ટ્રિક્ટ જજ બી.ડી સોની જે ફેમિલી કોર્ટમાં ડીસ્ટ્રીક્ટ જજ હતા શિબિરમાં તેમનો ઇન્ટરવ્યૂ રાખેલો અને બી.ડી સોની સાહેબ ને પૂછેલું કે તમે કદાચ ૧૦ હજારથી પણ વધારે ફેમિલી (dispute) માં તમારા કોર્ટમાં બન્ને પાર્ટીને સાંભળી છે અને ચુકાદો આપ્યો છે.

તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનો મુખ્ય કારણ શું છે ત્યારે બી.ડી સોની સાહેબ કહેલું કે મેં દસ હજાર જેટલા ફેમિલી dispute કોર્ટમાં સાંભળ્યા છે અને બંને પક્ષોને સાંભળીને નિર્ણય આપ્યા છે એની પરથી એક તારણ પર આવ્યો છું પરિવારમાં વિખવાદનો મુખ્ય કારણ છે, એમાં પહેલું કારણ એમને બતાવ્યું સહન કરવાની વૃત્તિ સહનશક્તિ છે એ 0 લેવલ પર જતી રહી છે બીજું કારણ તેમણે બતાવેલું કે પૂર્ણ રીતે એકબીજાનો સ્વીકાર નથી એટલે સ્વીકારનો અભાવ અને સહનશક્તિનો અભાવ આ બે મુખ્ય કારણો ને લીધી પરિવારમાં વિખવાદ થાય છે.

અંગ્રેજીમાં એક કહેવત છે કે લગ્ન છે એ બધા સ્વર્ગમાં બને છે પણ લગ્ન બધા સ્વર્ગમાં બને છે પણ નીભવવા અને  સાથે જીવવું પૃથ્વી ઉપર પડે છે ને લગ્ન જીવન છે પૃથ્વી પર એટલે એકબીજાના દોષો ની વાત આવે તો એમાં એક્સપેન્સ એટલે કે સ્વીકાર છે બહુ જ મોટી વાત છે સ્વીકારની ભાવના રાખીએ સમજવાનું કે ગમે તેટલા આદર્શ જોડી હોય ગમે તેવા આદર્શ પરિવાર હોય તો પણ એમાં 60-40 ના રેશિયા મુજબ કાર્ય થતું હોય છે.

૬૦ ટકા છે એ એકબીજાને અનુકૂળતા આવે એક બીજાના વિચારો મળે એકબીજાની રહેણી-કેણી એકબીજાને ગમે એવી વાત અને બાકીના ૪૦ ટકા છે એડ્રેસ મને કોમ્પ્રોમાઇઝ છે એમાં સ્વભાવની દ્રષ્ટિએ આદતોની દ્રષ્ટિએ ખાણી-પીણી વગેરેમાં જતું કરવાની ભાવનાઓ આવતી હોય છે. આટલા રેશિયોમાં પરસ્પર એકબીજા પ્રત્યે સહન કરવાની અને જતું કરવાની ભાવના ખુબ અગ્ત્યોનો ભાગ ભજવે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here