જીવન માં એવું દુઃખ આવશે જયારે તમારી સત્તા કે પૈસો પણ કામ નહિ લાગે

0
420

સ્વીકાર અને સમજણની કિમત તમે સમજતા હવ તો જીવનની મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા સક્ષમ બનીને રહેશો. જીવનમાં ક્યારેય્ક એવી પણ પરિસ્થિતિ આવશે કે જયારે તમારા કરોડો રૂપિયાની સંપતિ પણ કામ નહી આવે. તમારા 5 હજાર મિત્રોનું લીસ્ટ હશે પણ એમાંથી પણ એકય કામ નહી લાગે, તમે મોટા સત્તાધીશ હશો છતાં પણ લાચાર બની જતા હશો.

આવી પરિસ્થિતિ દરેકના જીવનમાં કોઈક ને કોઈક સમયે સર્જાય છે જયારે પૈસો, ઓળખાણ કે સત્તા કશું જ કામમાં નહી આવે. આવા મુશ્કેલ સમયમાં પોતાના સદગુણો અને સમજણ શક્તિથી લીધેલા નિર્ણયો જ તમને મુશ્કેલીમાંથી બહાર કાઢી આપશે.જયારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પરિસ્થતિનો સ્વીકાર અને એ પરિસ્થતિ તમારા પર હાવી થય જાય અને તણાવ પેદા ન કરે એ માટે સમજણ આ બે જ વસ્તુ તમને એમાંથી ઉગારે છે.

થોડું ખાઈ તો શરીર સારું રે અને ગમ ખાઈ તો મન સારું રે.. આ એક વાક્ય એ જે સમજી જશે તે વ્યક્તિ ક્યારેય તણાવ માં નહી રહે. જો થોડું ખાવામાં આવે તો પેટ સારું રે , સ્વાસ્થ્ય સારું રે અને ક્યારેય કોઈ રોગ પ્રવેશ ન કરે તેવી જ રીતે જો ગમ ખાઈ લઈએ એટલે કે લોકોની વાતોનું ખોટું લગાડ્યા વગર ગળે ઉતારી લઈએ, કોઈને ખોટું લાગે એવા વચનો ન આપીએ તો મન સારું રે છે.

ગમે તે વસ્તુનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ એ ઝેર સમાન છે. માટે કોઈપણ વસ્તુ કે વાણીનો રેક સારો પણ અતિરેક નહી. સ્વાદ પર કન્ટ્રોલ રાખવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રે છે પરિણામે કોઈપણ પ્રકારના રોગો આપણા શરીરમાં પ્રવેશતા નથી. તેવી જ રીતે જો શબ્દો પર કંટ્રોલ રાખવામાં આવે તો તણાવ દુર થઈ જાય છે.

ભગવાનમાં શ્રદ્ધા એટલે આપડે ભગવાનને કરતા હરતા સમજીએ એ જ સાચું છે. મારી સાથે જે પણ થાય છે એ ભગવાન મારા માટે જ કરે છે , મારા સારા માટે જ કરે છે.. જો આપણે આ અભિગમ દ્રષ્ટિકોણ રાખીએ તો આપડી પ્રગતિ જરૂર થશે. આ વિચાર તમારા જીવનના બધા તણાવોને સમાવી દેશે.આત્મવિચાર કરતા પણ મોટી તાકાત ભગવાનને કરતા હરતા સમજીએ એમાં રહેલી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here