પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર પ્રસંગ-03 શાંતિલાલ નો જન્મોત્સવ…

0
425

સન ૧૯૨૧
અવિનાશીનું અવતરણ

આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્યસૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું – સંવત ૧૯૭૮નું, સન ૧૯૨૧નું. ‘માસીનાં માર્કશીર્ષોહમ્’? – ‘મહિનાઓમાં માગશર મહિનો હું છું’ કહીને ભગવાને પોતાનો વિભૂતિસ્વરૂપ ગણ્યો છે, એ જ માગશર માસમાં ભગવાનની મનુગાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું.

સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્ય ભાગ સમાં બુધવાર સુધી પહોંચેલું. પંદર દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્ય ભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ-નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો.

૩ ઘરનાં અને ગામનાં મનુષ્યો માટે આ ઘડી હતી પુત્રજન્મની; પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવમાત્રના માંગલ્યની. સૂર્યોદય કદી સાધારણ નથી હોતો. સૂર્ય ક્ષિતિજે આવતાં જ અંધારાં આથમે છે, ઉજાશ ફેલાય છે, સુસ્તી વિરમે છે, ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઊઠે છે.

સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ અસાધારણ બની રહેવાનું હતું, કારણ કે આ પ્રાગટ્ય અનેકનાં અંધારા ઉલેચીને જીવન અજવાળનારું સાબિત થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકની સુસ્તી વિદારીને ફૂર્તિ પ્રગટાવનારું પુરવાર થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકને ખીલવનારું- ચમકાવનારું બનવાનું હતું, પરંતુ ભવિષ્યની ભાષાને ઉકેલવાનું ગજું મર્ય માનવીમાં ક્યાંથી હોય ?

નવજાત શિશુને પણ એ ભાષાભેદ ખોલવાની કોઈ જ ઉતાવળ નહોતી. તે શાંતિથી નેત્ર મીંચીને જનનીની સોડમાં સૂતું હતું. નજીકમાં હતા તેટલાનાં મોં મીઠાં કરાવી મોતીભાઈએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો. એ સમયે ન તો વાજાં વાગ્યાં કે ન તો તોરણ ઝૂલ્યાં; ન તો ટોળાં વળ્યાં કે ન તો ગીતો ગવાયાં. ગૌમુખમાંથી નીકળતી ગંગાને જોઈને કોઈ અંદાજ પણ ન માંડી શકે કે આ જ પાતળી ધારા આગળ જતાં વિશાળ મહાનદમાં પરિણમવાની છે, લાખો હેક્ટરમાં હરિયાળી ફેલાવવાની છે, કાંપથી ફળદ્રુપ એવાં માઈલોનાં મેદાનો રચવાની છે અને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here