પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર-10 શાંતિલાલ માટે તો બાળપણથી જ મંદિર જ ઘર કેમ હતું….

0
179

મંદિર જ ઘર ગાયષાં વારે તહેવારે મોટા અક્ષર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બાલમુકુંદ સ્થાયી વગેરે ખાવે ત્યારે તો શાંતિલાલને મંદિર જ ઘર થઈ જતું. આ સંતો પાસેથી જ તેઓએ આ૨તી તથા  મૂરતિ મનોહર…’, ‘દયાળુ પ્રભુ ! અક્ષર- ” જો વગેરે કીર્તનો શીખી લીધેલાં. સાંજે સંતો પાસે જાય એટલે લાડુ, માલપૂજા વગેરે જે પ્રસાદ રાખી મૂક્યો હોય તે શાંતિલાલને મળે.

આ સંદર્ભમાં તેઓ રમૂજ કરતાં ઘણી વાર કહેતા : ‘અમે બહુ પ્રસાદી ખાધી હતી, પરસાદી ખાઈને સાધુ થયા છીએ.” સંતો ઉપરાંત ચાણસદના જૂના હરિભક્તો ગલભાઈ, કાળિદાસભાઈ, અમથાભાઈ, મૂળજીભાઈ વૈદ્ય વગેરેનાં દર્શન પણ તેઓ પામેલા. આ સૌને તેઓ અહોભાવથી નીરખી આદર અભિવ્યક્ત કરતા. ગામમાં સ્વામિનારાયણ મંદિર ઉપરાંત રણછોડરાય મંદિર, સત્યનારાયણ મંદિર અને હનુમાનમઢી પણ શાંતિલાલની રમણભૂમિ.

બે-ત્રણ દિવસે એક વાર તો હનુમાનમઢીએ જવાનું થાય જ. જ્યારે જાય ત્યારે શંખ અવશ્ય વગાડે. અહીં અયોધ્યાથી આવેલા હરિદાસ બાવાજી પોતાને આવડે એવી રામાયણની વાતો કરે. શાંતિલાલ પલાંઠી વાળીને, જમણા ગોઠણે જમણા હાથની કોણી ટેકવી, તે હાથની હથેળીથી હડપચીને ટેકો આપી એકચિત્તે વાતો સાંભળે.

તે જોઈને અયોધ્યાની હનુમાનમઢીમાં બેસીને કથાશ્રવણ કરતા બાળ ઘનશ્યામની સ્મૃતિ સૌને થઈ આવતી. પરિવેશમાં મોટાભાગે સુતરાઉ ખમીસ અને ધોતી ધારણ કરીને ઘૂમતા આ ભક્તરાજ કો’ક ઋષિકુમારની યાદ અપાવતા રહેતા. કો’ક વાર ખમીસ પર કોટ પણ પરિધાન કરતા.

શાળામાં જાય ત્યારે મોટેભાગે ચડ્ડી પહેરતા. નામ પણ શાંતિલાલના ફળિયામાં જ તેઓના એક સખા હતા. તેનું શાંતિલાલ. બંનેનાં ઘર એકબીજાની સામસામે. આપણા શાંતિલાલ વાંચવાનું હોય ત્યારે એને ત્યાં જાય. ત્યાં જ જમી લે. સૂએ પણ ત્યાં જ અને સવારે ઘેર આવે. આવી બંને વચ્ચે દોસ્તી. આ શાંતિલાલ રામાનંદી સંપ્રદાયના.

તે આપણા શાંતિલાલને ઘણી વાર સત્યનારાયણના મંદિરમાં લઈ જાય. શાંતિલાલ પણ હોંશે હોંશે તેની સાથે જતા. સર્વ ધર્મ સમાંતર ના પાઠ એમને શીખવવાના શીખવાના નોંધઃ સત્ય સિદ્ધાંતો તો સાગરમાં મીઠાશ તેમજ તેઓના જીવનમાં વણાઈ ગયેલા જન્મથી જ.

સત્યનારાયણના મંદિરમાં સીતારામ બાવા પૂજા-આરતી કરતા. તેઓ આ કિશોરોને હરદ્વાર, હૃષીકેશની વાતો કરે. આ વાતોથી શાંતિલાલના હૈયામાં ઊછળતા ભક્તિરસમાં ભરતી ચડતી અને બંને મિત્રોએ મનમાં ગાંઠ વાળી લીધેલી કે ‘અભ્યાસ પૂરો કર્યા પછી હરદ્વારમાં જવું અને ભગવાન ભજવા.”

ગામના આ મંદિરોમાં એકાદશી, પૂનમ કે ઉત્સવોના દિવસે ભજન-કીર્તન થતાં. આ ઉપરાંત કોઈક પ્રસંગોપાત્ત ભજન બેસાડે તો તે દિ’ પણ ભજન-કીર્તનની રમઝટ બોલતી. તે માટે મંદિર દીઠ અલગ-અલગ ઊભી ભજનમંડળીઓ રહેતી. તદુપરાંત, કરતાલા, કાંસીજોડિયાં એવી રીતની પણ ભજનમંડળીઓ હતી.

જ્યારે આવાં ઊભાં ભજન યોજાય ત્યારે શાંતિલાલને ‘દોડવું હોય ને ઢાળ મળે’ની જેમ મજા પડી જતી. આવા કાર્યક્રમોમાં તે ઊલટભેર સામેલ થતો. રાતના બાર – બે વાગ્યા સુધી ભજનનો દોર ચાલતો. તેમાં કરતાલ અને કાંસીજોડાં વગાડતાં વગાડતાં શાંતિલાલ કીર્તનો લલકારતાં ભજનમંડળીમાં ફરતા.

પ્રસંગોપાત્ત મૃદંગ, તબલાં પણ વગાડતા. તેઓના જ પ્રાસાદિક શબ્દોમાં “ધબધબ’ કરતા. આ ભજનમંડળીની સ્મૃતિ કરતાં તેઓ કહેતા : ‘તાંબા કુંડીઓ જળ ભરી, તમે નાવણ કરતા જાઓ… એવાં ભજન કરતાલિયાંઓ ગાય.” આમ, ત્યાગ, તપ, તિતિક્ષા, ભક્તિ જેવા કૈંક સદ્ગુણોના સરવાળા સમું શાંતિલાલનું શૈશવ જોઈ સૌને અનુભવાતું કે આ વિભૂતિએ કેવળ બાલ્યાવસ્થા જ ધારણ કરી છે,

પરંતુ તે અવસ્થાના ભાવ-સ્વભાવથી તો તેઓ સદા અલિપ્ત જ છે. તેઓની જન્મોત્રી પણ આ જ વાતનો પડઘો પાડતી. દાડમાના નારણજી મહારાજે તૈયાર કરેલી એ જન્મોત્રી જોઈને એક વિદ્વાન જ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે ‘આ બાળક ખૂબ મહાન થશે. ભગવાન ભજશે ને કેટલાયને ભજાવશે. આનાં દર્શન માટે ઘણી ભીડ જામશે અને એક માઈલ દૂરથી દર્શન કરવા પડશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here