જીવન જીવવાની સાચી રીત જાણવી હોય તો આજે જ વાંચીલો! મહાભારત અને રામાયણ વચ્ચેની આ 10 સમાનતાઓ.

0
325

રામાયણ અને મહાભારત પૌરાણિક કાળની બે મહત્વપૂર્ણ ઘટનાઓ છે. રામાયણને સમજાવતા મહર્ષિ વાલ્મીકિ થી લઈને તુલસીદાસ સુધી અનેક ઋષિ છે જ્યારે મહાભારત કાળને ઋષિ વેદ વ્યાસે લખ્યો છે. બંને જુદા જુદા યુગની ઘટનાઓ છે. પરંતુ બંને કાળ માં અમુક સમાનતાઓ પણ છે. તો આજે આપણે રામાયણ અને મહાભારતમાં એવી જ 10 સમાનતાઓ જણાવવા જઈ રહ્યા છીએ. તે જાણ્યા પછી તમે પોતે આશ્ચર્ય ચકીત થઇ જશો.

બંને ગ્રંથોના નાયક – રામાયણ ના નાયક રામ હતા. જ્યારે મહાભારતના નાયકો પાંડવોને કહેવું યોગ્ય રહેશે. પાંડવોને નાયક કહેવું એટલા માટે જરૂરી છે કારણ કે તેમની આસપાસ આખા મહાભારત ની રચના થઇ. જોકે શ્રી કૃષ્ણની ભૂમિકા પણ મહાભારતમાં ખૂબ મહત્વની છે.

પરંતુ તેમની વીરતાનું વર્ણન શ્રીમદ્ ભાગવત ગીતામાં મળે છે. રામાયણ અને મહાભારતના નાયકોની આ સમાનતા હતી કે તે બધા દિવ્ય પુરુષો હતા. ભગવાન શ્રીરામ ની વાત કરવામાં આવે તો તેનો જન્મ પુત્ર કામેષ્ઠી યજ્ઞ થી થયો હતો. તેમજ મહાભારતનાં પાંડવો વિશે વાત કરવામાં આવે તો તેમનો જન્મ દેવતાઓના વરદાન ના રૂપે થયો હતો.

રામાયણ અને મહાભારતની નાયિકા- બંને ગ્રંથોની નાયિકાઓ ને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. જણાવી દઈએ કે રામાયણની નાયિકા સીતા હતી, તો પછી મહાભારતની નાયિકા દ્રૌપદી હતી. બંને નાયિકાઓ પણ અયોનીઝ (દિવ્ય વ્યક્તિ) છે. દેવી સીતા ભૂમિ માંથી પ્રગટ થઈ હતી. તો દ્રૌપદી યજ્ઞ ની અગ્નિ માંથી પ્રગટ થઇ હતી.

યુદ્ધના કારણમાં સમાનતા- મહાભારત અને રામાયણ બંને યુદ્ધ નાયિકાઓ ના કારણે થયાં હતાં. રામાયણમાં દેવી સીતા ની ચોરી કરીને રાવણ લઈ ગયો હતો. તે પછી તેની સામે યુદ્ધ થયું. જ્યારે મહાભારતમાં દ્રૌપદીની ભરી સભામાં વસ્ત્રાહરણ થયુ હતું, આ અપમાનનો બદલો લેવા માટે પાંડવો એ પ્રતિજ્ઞા લીધી.

અને આ પ્રતિજ્ઞા ને પૂર્ણ કરવા માટે ભારત વર્ષનું સૌથી મોટું યુદ્ધ લડવામાં આવ્યું. જો કે મહાભારત યુદ્ધના બીજા પણ ઘણા કારણો છે. પરંતુ તેમાંથી એક આ પણ છે. 14 વર્ષનો વનવાસ – રામાયણમાં ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. તો મહાભારતમાં પણ પાંડવો ને 14 વર્ષ નો અજ્ઞાત વાસ મળ્યો હતો.

લગ્નમાં સમાનતા- સીતા અને દ્રૌપદી બંનેના લગ્ન સ્વયંવર દ્વારા થયા હતા. પ્રભુ શ્રીરામે સીતા સાથે લગ્ન કરવા માટે સીધા ધનુષ પર પ્રત્યંચા ચડાવી હતી. ત્યારે ભગવાન રામ ઋષિઓને મદદ કરવા માટે વનમાં ગયા હતા. જ્યારે દ્રૌપદી સાથેના લગ્ન માટે અર્જુને ધનુષના તીરથી માછલીની આંખ તોડી હતી. આ કાર્ય પાંડવોએ રાજમહેલની બહાર જયારે લક્ષાગૃહથી બચવા માટે જંગલમાં ભટકતા હતા, તે સમયે કર્યું.

નાયિકાઓ નું હરણ – રામાયણ અને મહાભારત બંનેમાં નાયિકા, સીતા અને દ્રૌપદી તેમના પતિઓ સાથે વનવાસ જાય છે. સીતાને વનમાં રાવણ અપહરણ કરી ને લઈ જાય છે. બીજી તરફ દ્રૌપદી ને જયદ્રથ અપહરણ કરી ને લઈ જાય છે. જોકે પાંડવો, જયદ્રથથી દ્રૌપદીને બચાવવામાં સફળ થાય છે.

દેવતાઓના પુત્ર – રામાયણ અને મહાભારતમાં ઘણા લોકો દેવતાઓના પુત્ર હતા. જેમ કે રામાયણ માં હનુમાન પવન દેવ ના પુત્ર હતા. તો ત્યાં બલી ઇન્દ્ર ના પુત્ર તો જામવંત અગ્નિદેવ ના પુત્ર હતા. એમ જ મહાભારતમાં અર્જુન ઇન્દ્ર ના પુત્ર, ભીમ પવન દેવના પુત્ર તો યુધિષ્ઠિર ધર્મરાજ ના પુત્ર હતા. જણાવી દઈએ પવન દેવના પુત્ર હનુમાન અને ભીમ બંને ગદા યુદ્ધમાં કુશળ અને સંપૂર્ણ પરિપૂર્ણ હતા.

ભાઈઓ સાથે પ્રેમ- રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યમાં તે પણ સમાનતા હતી, કે નાયકો ની માતા અલગ-અલગ છે. પરંતુ, બધા ભાઈઓમાં તીવ્ર પ્રેમ રહે છે અને તે બધા તેમના મોટા ભાઈઓને ખૂબ માન આપે છે. અને તેમની આજ્ઞાનું પાલન કરે છે.

રાજ્યાભિષેક- રાવણની હત્યા કરીને માતા સીતાને લઇ ને જ્યારે રામ અયોધ્યા પરત ફર્યા, ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. ત્યારબાદ રામરાજ્ય એટલે કે ધર્મનું શાસન સ્થાપિત થયું. ફરીથી શાંતિ અને સુખથી જીવવા લાગ્યા. તે જ રીતે જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું. તો યુધિષ્ઠિર નો રાજ્યાભિષેક થયો અને ધર્મનું શાસન શરૂ થયું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here